Connect Gujarat
ગુજરાત

JMCમાં ન્યાય ન મળતા મહિલા કોર્પોરેટરે અધિકારીની ચેમ્બરમાં જઈ ફાઇલો ફંગોળી

JMCમાં ન્યાય ન મળતા મહિલા કોર્પોરેટરે અધિકારીની ચેમ્બરમાં જઈ ફાઇલો ફંગોળી
X

જામનગર મહાનગરપાલિકામાં મહિલા કોર્પોરેટરો રોષનો ભોગ બનતા અધિકારીઓ મહિલા કોર્પોરેટરનો રોષ નમવાનું નામ જ નથી લેતો થોડા સમય પૂર્વે શાસક જૂથના મહિલા કોર્પોરેટર રચના બેન નંદાણીયા દ્વારા અધિકારીની ચેમ્બરમાં લાકડીઓ ફેરવવાની ઘટના બાદ આજે ફરી એક વખત વિરોધ પક્ષના મહિલા નગરસેવિકાએ સરકારી ફાઇલોને ફંગોળી હતી.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨ ના મહિલા કોર્પોરેટર જૈનમબેન ખફી તેમના વિસ્તારમાં ધાર્મિક જગ્યાઓ પાસે આવેલા જાહેરાતના હોર્ડિંગમાં દૂર કરવા મુદ્દે એસ્ટેટ વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી હતી. પણ જૈનમબેન ને યોગ્ય ન્યાય ન મળતાં આજે રોષે ભરાયેલા મહિલા કોર્પોરેટર જૈનમબેન અધિકારીની ચેમ્બરમાં ધસી આવ્યા હતા. જૈનમ બેને અધિકારી સાથે રજૂઆત કરતા મામલો બિચક્યો હતો અને અધિકારી આર્યન દીક્ષિતની ચેમ્બરમાં તેમના ટેબલ ઉપર પડેલી સરકારી ફાઈલોને ઉપાડી અને જમીન તરફ ફંગોળી દીધી હતી.

આ ઘટના સમયે વિરોધ પક્ષના અન્ય એક મહિલા કોર્પોરેટર નીતાબેન પરમાર પણ આ ચેમ્બરમાં હાજર હતા તેઓએ પણ અધિકારીને ઉગ્ર રજૂઆતો કરી હતી મહાનગરપાલિકાની અધિકારીઓની ચેમ્બરમાં કોર્પોરેટર દ્વારા લાકડીઓ ફેરવવાની હોય કે પછી સરકારી ફાઇલોને વધારો કરવાનો હોય ત્યારે આવી ઘટનાઓ બાદ પ્રશ્ન એ ઊભો થાય છે કે લાખો રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકા સ્ટાફ અને ખાનગી એજન્સીઓ પાસે સિક્યુરિટી કરાવે છે. ત્યારે આવી ઘટના સમયે આ સિક્યુરિટી કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળે છે.

Next Story