Connect Gujarat
Featured

જો બાઈડેન અમેરિકાના 46માં પ્રમુખ તરીકે આજે શપથ ગ્રહણ કરશે

જો બાઈડેન અમેરિકાના 46માં પ્રમુખ તરીકે આજે શપથ ગ્રહણ કરશે
X

વિશ્વની મહાસત્તા ગણાતા દેશમાં સત્તા પરિવર્તનના મહત્ત્વના ઘટનાક્રમમાં પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેન ૨૦ જાન્યુઆરીના બુધવારે ભારતીય સમય પ્રમાણે રાતના ૧૦:૩૦ કલાકે અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે અમેરિકાના સૌપ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારતીય-આફ્રિકન મૂળના કમલા હેરિસ પણ શપથ લેશે. અમેરિકામાં ભયજનક બનેલી કોરોના મહામારી અને ટ્રમ્પ સમર્થકોના સશસ્ત્ર દેખાવોના ભય મધ્યે વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલના પ્રાંગણમાં અમેરિકન ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે બુધવારે સવારે ૧૧:૦૦ કલાકે આ સમારોહ શરૂ થશે. આ એજ સ્થળ છે જ્યાં થોડા સપ્તાહ પહેલાં ટ્રમ્પના સમર્થકો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શન કરાયું હતું.

શપથ સમારોહ પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવાઇ ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરાયા છે. જો બાઇડનના અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની જ સાથે તેમની સેલેરી કેટલી હશે. તે મુદ્દે અટકળો શરૂ થઇ ગઇ છે. તો ચાલો જાણીએ, રાષ્ટ્રપતિ બાઇડનની સેલેરી શું હશે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે તેમને શું સુવિધા મળશે?

ન્યૂયોર્કની વેબસાઇટ મુજબ જો બાઇડનની સેલેરી ચાર લાખ અમેરિકી ડોલર હશે એટલે કે, 92 લાખ રૂપિયા હશે. 50 હજાર ડોલરનું એક્સપેન્સિવ અલાઉન્સ મળશે. આ સાથે એક લાખ ડોલરનું નોન ટ્રક્સેબલ અલાઉન્સ અપાશે. અમેરિકી રાષ્ટ્રપતિને મનોરંજન માટે વર્ષે 19 હજાર ડોલર આપવામાં આવે છે. જો કોઇ રાષ્ટ્રપતિ તેમની સેલેરી દાન કરવા માંગે તો પણ કરી શકે છે. તો રાષ્ટ્રપતિની વાઇફ ફર્સ્ટ લેડીને કોઇ સેલેરી નથી મળતી.

વિશ્વની મહાસત્તા ગણાતા દેશમાં સત્તા પરિવર્તનના મહત્ત્વના ઘટનાક્રમમાં પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેન ૨૦ જાન્યુઆરીના બુધવારે ભારતીય સમય પ્રમાણે રાતના ૧૦:૩૦ કલાકે અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે અમેરિકાના સૌપ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારતીય-આફ્રિકન મૂળના કમલા હેરિસ પણ શપથ લેશે. અમેરિકામાં ભયજનક બનેલી કોરોના મહામારી અને ટ્રમ્પ સમર્થકોના સશસ્ત્ર દેખાવોના ભય મધ્યે વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલના પ્રાંગણમાં અમેરિકન ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે બુધવારે સવારે ૧૧:૦૦ કલાકે આ સમારોહ શરૂ થશે. આ એજ સ્થળ છે જ્યાં થોડા સપ્તાહ પહેલાં ટ્રમ્પના સમર્થકો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શન કરાયું હતું.

કાર્યક્રમનો પ્રારંભ અમેરિકાના રાષ્ટ્રગીત સાથે એવોર્ડ વિનિંગ એન્ટરટેઇનર અને એડવોકેટ કે કે પામર દ્વારા કરાશે. રાષ્ટ્રગીત લેડી ગાગા દ્વારા રજૂ કરાશે. ત્યારબાદ ઇતિહાસકારો ડોરિસ કિઅર્ન્સ અને એરિકા આર્મસ્ટ્રોંગની કોમેન્ટ્ી સાથે ફર્સ્ટ લેડી ઇલેક્ટ જિલ બાઇડેન સંબોધન કરશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સોનિયા સોટોમાયોર કમલા હેરિસને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટપદના શપથ લેવડાવશે. કમલા હેરિસ બાદ અમેરિકાના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ ૪૬મા પ્રમુખ જો બાઇડેનને શપથ ગ્રહણ કરાવશે. શપથ લીધા બાદ જો બાઇડેન રાષ્ટ્રજોગ ટૂંકું સંબોધન કરશે. શપથ ગ્રહણ સમારોહ પછી સત્તાના હસ્તાંતરણનાં પ્રતીક સમાન પ્રક્રિયામાં અમેરિકી સંસદના ઇસ્ટ ફ્રન્ટ ખાતે અમેરિકી સેનાના ટોચના અધિકારીઓ સાથે પાસ ઇન રિવ્યૂમાં ભાગ લેશે. ત્યાંથી બાઇડેન અને કમલા હેરિસ તેમના જીવનસાથી, પૂર્વ પ્રમુખો બરાક ઓબામા, જ્યોર્જ બુશ અને બિલ ક્લિન્ટન સાથે આર્લિંગ્ટન નેશનલ સિમેટ્રી ખાતે અજાણ્યા સૈનિકની કબર પર શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તે પછી વોશિંગ્ટનની ૧૫મી સ્ટ્રીટ ખાતેથી જો બાઇડેનને એસ્કોર્ટ કરીને વ્હાઇટ હાઉસ ખાતે લઇ જવાશે.

અમેરિકાના વિદાય લઇ રહેલા પ્રમુખ ટ્રમ્પ બાઇડેનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર નહીં રહે. ચૂંટણીમાં ગેરરીતિઓના આરોપોના વિરોધમાં ટ્રમ્પે શપથ સમારોહમાં હાજર નહીં રહેવાની જાહેરાત અગાઉ કરી દીધી હતી. આમ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ સમારોહમાં હાજર નહીં રહેનારા ચોથા અમેરિકી પ્રમુખ બની રહેશે. જોકે વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

જો બાઇડેનના શપથ સમારોહ દરમિયાન અમેરિકાના તમામ ૫૦ રાજ્યો અને રાજધાની વોશિંગ્ટનમાં ટ્રમ્પના સમર્થકો દ્વારા સશસ્ત્ર દેખાવો કરવામાં આવે તેવી એફબીઆઇની ચેતવણી બાદ વોશિંગ્ટનની સંપૂર્ણ કિલ્લેબંધી કરી દેવાઇ છે. યુએસ કેપિટોલ અને વોશિંગ્ટનમાં હજારોની સંખ્યામાં સેનાના નેશનલ ગાર્ડ્સ તહેનાત કરી દેવાયા છે. શપથના બે દિવસ પહેલાં જ શહેરમાં લોકડાઉન અમલી બનાવી દેવાયું છે.

Next Story