Connect Gujarat
Featured

જુનાગઢ : હવે માત્ર સાત મિનિટમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર પહોંચી શકાશે

જુનાગઢ : હવે માત્ર સાત મિનિટમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર પહોંચી શકાશે
X

એશિયાના 2.3 કિલોમીટર સૌથી લાંબા ગિરનાર રોપ વેનું આજે પ્રધાનમંત્રી દિલ્હીથી ઈ-લોકાર્પણ કર્યું હતું. હવે શ્રધ્ધાળુઓ માત્ર સાત મિનિટમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર ખાતે પહોંચી શકશે. રોપ- વે માટે પ્રતિ શ્રધ્ધાળુ 700 રૂપિયાની ટીકીટ રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની જનતાને ત્રણ મોટી ભેટ આપી છે. નવી દિલ્હીથી વીડિયો લિંક દ્વારા તેઓએ ગુજરાતની ત્રણ મોટી યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતીઓને નવરાત્રિના પર્વની શુભકામનાઓ પાઠવી હતી, અને મા અંબાના આશીર્વાદથી 3 મોટા પ્રોજેક્ટની શરૂઆત કરી હોવાનું જણાવ્યું છે

જુનાગઢ ખાતે હાજર રહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂત, ખેતી અને ગામડું સમૃદ્ધ કરવા માટે સરકાર કામ કરી રહી છે. કિસાન સૂર્યોદય યોજના મારફતે 1055 ગામડાના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. PM મોદીની જ્યોતિગ્રામ યોજનાના કારણે ગુજરાત 24 કલાક વીજળીથી ઝળહળતું છે. આ સરકાર ખેડૂતોની સરકાર છે.

એશિયાના સૌથી મોટા રોપવે મુદ્દે રૂપાણીએ જણાવ્યું હતું કે રોપવે મારફતે વધુને વધુ લોકો ગિરનારના દર્શન કરે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડોળીવાળા ભાઈઓને પણ યાદ કરૂ છું. લાખો લોકોને દર્શન કરાવુ પુણ્યનું કામ કર્યું છે. કોરોનાના કાળ વચ્ચે પણ વિકાસ આગળ વધતો રહે તે માટે કામ કરી રહ્યાં છીએ. આપણા સપના પૂર્ણ થઈ રહ્યાં છે. એટલે અમે આપનો આભાર માનીએ છીએ.

Next Story