Connect Gujarat
Featured

જુનાગઢ : કેશોદની કે.એ.વણપરીયા શાળાની 11 છાત્રાઓનો કારોનો રીપોર્ટ પોઝીટીવ, તમામને કરાય આઇસોલેટ

જુનાગઢ : કેશોદની કે.એ.વણપરીયા શાળાની 11 છાત્રાઓનો કારોનો રીપોર્ટ પોઝીટીવ, તમામને કરાય આઇસોલેટ
X

રાજયમાં કોરોના વાયરસના વાવર વચ્ચે શાળાઓ શરૂ તો કરવામાં આવી છે પણ જુનાગઢ જિલ્લાના કેશોદની કે.એ.વણપરીયા હાઇસ્કુલમાં એક સાથે 11 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં વાલીઓ અને છાત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવ બાદ શાળાને સીલ કરી સમગ્ર વિસ્તારને સેનીટાઇઝ કરવામાં આવી રહયો છે...


કેશોદમાં આવેલી કે.એ.વણપરીયા પટેલ કન્‍યા વિઘા મંદિરમાં એકીસાથે 11 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ અંગે કન્‍યા છાત્રાલયના આગેવાન ડો.અશ્વીન અજુડીયાએ જણાવ્યું છે કે, સંસ્‍થાની શાળામાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે સંસ્‍થા દ્વારા વર્ગમાં હાજર રહેલી વિદ્યાર્થિનીઓના કોરોનાના એન્‍ટીજીન રેપીડ ટેસ્‍ટ કરાવવામાં આવેલ હતા. જેમાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવેલી છે. આ 11 માંથી 8 શહેરમાં અને 3 વિદ્યાર્થિનીઓ શાળાની હોસ્‍ટેલમાં રહેતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને કોઇપણ જાતની તકલીફ ન હોવાની સાથે કોઇપણ લક્ષણો જોવા મળ્યા ન હતા.સંસ્‍થાએ તંત્ર સાથે સંકલન કરી 11 પોઝિટિવ આવેલી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થિનીઓને આઇસોલેટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર શાળા સંકુલ-હોસ્‍ટેલને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Next Story