Connect Gujarat
Featured

જુનાગઢ : છોડવડીના ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી કરી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી, જુઓ કેટલા વર્ષ સુધી છોડ પર મેળવી શકાય છે ફ્રૂટ..!

જુનાગઢ : છોડવડીના ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી કરી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી, જુઓ કેટલા વર્ષ સુધી છોડ પર મેળવી શકાય છે ફ્રૂટ..!
X

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના ખેડૂતે 8 વિધા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી સફળ ખેતી દ્વારા લાખો રૂપિયાની આવક મેળવી છે.

જુનાગઢના છોડવડી ગામના ખેડૂત વશરામ કથીરિયાએ પોતાની 8 વિધા જમીનમાં સંપૂર્ણ સ્વદેશી ઓર્ગેનિક પદ્ધતિ અને આગવી સુજબૂજથી ઓછા પાણીએ ડ્રિપ ઇરીગેસન વસાવી ડ્રેગન ફૂટનું વાવેતર કર્યું છે. જોકે ડ્રેગન ફૂટનું વાવેતર કરવા માટે એક વિધે લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ડ્રેગન ફ્રૂટનો છોડ સંપૂર્ણપણે 3 વર્ષે તૈયાર થઈ જાય છે. ત્યાર બાદ છોડ પર ફ્રુ્ટ આવવા લાગે છે. એક છોડ પર લગભગ 15 વર્ષ સુધી ડ્રેગન ફ્રૂટ મેળવી શકાય છે.

જોકે આ ડ્રેગન ફ્રૂટ બીમાર દર્દી તેમજ અન્ય લોકોના સ્વાથ્ય માટે ખૂબ લાભકારક સાબિત થાય છે. ડ્રેગન ફ્રુટ આરોગવાથી શરીરમાં હિમોગ્લોબીન વધવાની સાથે જ રક્તનું પણ શુદ્ધિકરણ થાય છે. તેમજ તબીબો દ્વારા પણ દર્દીઓને ડ્રેગન ફ્રૂટની ખાવાની જ સલાહ આપવામાં આવે છે, ત્યારે પ્રતિ કિલો 400 રૂપિયાના ભાવે બજારમાં વેચાતા ભારતીય ડ્રેગન ફ્રુટની માંગ ખૂબ વધી છે. જોકે ઓર્ગેનીક પદ્ધતિથી ઉગાડવામાં આવેલ ડ્રેગન ફ્રૂટ અનેક અસાધ્ય રોગ માટે ફાયદાકારક છે.

Next Story