Connect Gujarat
Featured

જુનાગઢ : પતંગ-દોરીથી ઘવાતા પક્ષીઓ માટે શરૂ કરાયું કરૂણા અભિયાન, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા

જુનાગઢ : પતંગ-દોરીથી ઘવાતા પક્ષીઓ માટે શરૂ કરાયું કરૂણા અભિયાન, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા
X

ઉતરાયણ પર્વે પતંગ-દોરીથી ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓને બચાવવા માટે તા. 10થી 20 જાન્યુઆરી સુધી જુનાગઢ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

મકરસંક્રાતીના તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાગઢ જિલ્લા વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તા. 10થી 20 જાન્યુઆરી સુધી લોકો મોટા પ્રમાણમાં પતંગ ચગાવતા હોય છે, ત્યારે આ સમય દરમ્યાન પતંગના માંજાવાળા દોરાથી ઇજા થતાં પક્ષીઓ મૃત્યુ પામે છે. જ્યારે ગત વર્ષે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા 53 જેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

જુનાગઢ જિલ્લા વન વિભાગ દ્વારા ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જુનાગઢ સીટી માટે ૦૨૮૫-૨૬૩૩૭૦૦, મો-૯૨૭૪૮૫૧૮૭૧, જુનાગઢ ગ્રામ્ય માટે ૦૨૮૫-૨૬૩૩૭૩૧, મો-૯૬૨૦૩૪૭૩૨૨, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ મો-૯૩૭૬૬૩૮૧૭૯, વંસુધરા નેચર ક્લબ મો-૮૯૮૯૫૯૪૯૪૦ અને માહીરૂ ફાઉન્ડેશન મો-૯૭૨૪૩૦૫૧૨૦ નંબર પર જાણ કરવા વન વિભાગ દ્વારા જણાવાયું છે. તો સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને ઇજાગ્રસ્ત પક્ષી જણાઈ આવે તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે.

Next Story