Connect Gujarat
Featured

જુનાગઢ : જીલ્લામાં કોરોના રસીકરણની શરૂઆત, કોરોના યોદ્ધાઓએ મુકાવી રસી

જુનાગઢ : જીલ્લામાં કોરોના રસીકરણની શરૂઆત, કોરોના યોદ્ધાઓએ મુકાવી રસી
X

રાજ્ય સરકારના આદેશ મુજબ વહીવટીતંત્રના વડાઓ અને અધિકારી-કર્મચારીઓને આજે કોરોના ની વેક્સિન આપવાની કામગીરી ના અંતર્ગત જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.


જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજે સવારના જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ કોરોનાની રસી લીધી હતી. જ્યારે મહાનગરપાલિકાના કમિશનર પોતાને ફ્લુ હોવાના કારણે આજે રસીકરણ કાર્યક્રમથી અળગા રહ્યા હતા. અને વેક્સિનેશન પણ કરાવી શક્યા ન હતા. જ્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોરોનાની વેક્સિન આપવા માટેના 80 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને જ્યાં બે હજાર જેટલા પોલીસકર્મીઓ, હોમગાર્ડ જવાનો તથા ગ્રામ રક્ષક દળના જવાનોને રસી આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એસપી રવિ તેજા વાસમશેટ્ટી અને આઈજી મનિન્દર પવારે વેક્સીન લીધી હતી અને દરેક પોલીસ કર્મીઓને વેકસિન લેવા માટેનું આહવાન કર્યું હતું...

Next Story