Connect Gujarat
Featured

જુનાગઢ : બોર્ડની પરીક્ષાની બનાવટી રિસીપ્ટનું કૌભાંડ ઝડપાયું, રિસીપ્ટ બનાવવાના સાધનો સહિત 3 લોકોની ધરપકડ

જુનાગઢ : બોર્ડની પરીક્ષાની બનાવટી રિસીપ્ટનું કૌભાંડ ઝડપાયું, રિસીપ્ટ બનાવવાના સાધનો સહિત 3 લોકોની ધરપકડ
X

રાજ્યભરમાં આજથી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ જુનાગઢ પોલીસે બનાવટી રિસીપ્ટ બનવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 45,200ના મુદ્દામાલ સહિત કુલ 47 લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે બેસે તે પહેલા જ જુનાગઢ પોલીસે બનાવટી રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. શહેરના ભવાનીનગ૨ના એક મકાનમાં SOG પોલીસે રેડ કરી બનાવટી રિસીપ્ટ બનાવવાના સાધનો સહિત અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કૌભાંડમાં એક વિદ્યાર્થીના બદલે અન્ય વ્યક્તિ પરીક્ષા આપવા બેસી શકે તે માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલી રિસીપ્ટની ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવી તેમાં અન્ય વ્યક્તિનો ફોટો લગાડવામાં આવતો હતો. જેમાં ડુપ્લીકેટ રિસીપ્ટને ઓરિજિનલ રિસીપ્ટમાં ખપાવી પરીક્ષા આપવાનું કા૨સ્તાન ૨ચી લાખો રૂપિયા ડમી ઉમેદવા૨ના નામે ઉઘરાણું ક૨વાનું કૌભાંડનો પર્દાફાશ કરી રાજેશ ખાંટ, ૨ણજીત ગઢવી અને પ્રવિણ સોલંકીની ધરપકડ સહિત રૂપિયા 45,200ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે કુલ 47 લોકો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story