Connect Gujarat
Featured

જૂનાગઢ: ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી નિવૃત તબીબ સાથે ૧.૩૨ કરોડની ઠગાઈ; નાઈજીરીયન કનેક્શન આવ્યું સામે

જૂનાગઢ: ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી નિવૃત તબીબ સાથે ૧.૩૨ કરોડની ઠગાઈ; નાઈજીરીયન કનેક્શન આવ્યું સામે
X

ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને એક નાઈજીરીયન શખ્સ અને તેની ટોળકીએ મેંદરડાના એક તબીબને છેલ્લા ૧૫ મહિનામાં ૧.૩૨ કરોડની રકમ પડાવી લીધાનો કિસ્સો પોલીસ સમક્ષ આવતા જૂનાગઢ આઇજી સાયબર સેલે દિલ્હીથી ભેજાબાજ નાઈજીરીયન શખ્સને ઝડપી પડ્યો છે.

મેંદરડામાં ઝીઝૂડા રોડ ઉપર ગોવિંદપાર્કમાં રહેતા અને સમગ્ર રાજ્યમાં ટુરીંગ આયુર્વેદિક કેમ્પ ચલાવતા ૭૦ વર્ષીય નિવૃત ડોક્ટર જીવરાજભાઈ ભોવાનભાઈ પાનસુરીયાએ ગત ઓક્ટોમ્બર મહિનામાં મેંદરડા પોલીસમાં તેમની સાથે ૧,૩૨,૨૫,૦૦૦ની કિમતની છેતરપીંડી થયાની અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, ૧૫ મહિના પહેલા તેમને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતા તેમણે એક્સેપ્ટ કરી હતી, બાદમાં જોન્સન એન્જલ, જેનીફટ બીલીકલિંગ, જોયનાટીનો, સ્ટેલાજીયોજેનામ નામના ફેસબુક એકાઉન્ટ ધરાવતા લોકો સાથે વોટ્સઅપના માધ્યમથી ચેટીંગ શરુ થયું હતું. જેમાં આ ટોળકી દ્વારા ડોક્ટરને જવેલરી એક્ઝીબીશનમાં ભાગ લેવા, ફેમીલી ટ્રસ્ટ હોસ્પિટલ એનજીઓના નામે લોકોને મદદ કરવા, લોકડાઉનમાં ફસાયેલા લોકોને મદદ કરવાના બહાને તેમજ વિદેશી કરન્સી, સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ જેવી ગીફ્ટના પાર્સલ છોડાવવાના બહાને અલગ અલગ સમયે અલગ અલગ બેંકના 63 જેટલા ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા.

જેમાં શ્વેતા મિશ્રા, મિ.એડમ, જીયોજ્રનામ, લંડન રેંજ કુરિયા નામે ફોનમાં વાત કરીને પોતે દિલ્હી પોલીસ, કસ્ટમ અધિકારીની ઓળખ આપીને પાર્સલ છોડાવવાના બહાને રૂપિયા પડાવ્યા હોવાનું જણાવ્યું હતું. અત્યાર સુધીમાં તેમની પાસેથી કુલ ૧,૩૨,૨૫,૦૦૦ની રકમ પડાવી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગયો છે ઉઠી હતી, જે અંગે જૂનાગઢ રેંજ આઈજી સાયબર સેલના સ્ટાફે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેને લઈને આ ગેંગનો એક શખ્સ દિલ્હીમાં હોવાનું જણાતા સાયબર સેલનો સ્ટાફ દીલ્હો પહોચ્યો હતો અને ત્યાં પાલમ રોડ ઉપરથી નાઈઝીરીયન દેશના પ્રિન્સ ચુકુવ હેઝોકીયા ઉર્ફે જ્યોર્જ માર્ટીન ઉર્ફે ઇનન્યુલ ચુકુવ ઉ.૩૮ નામના શખ્સને ઝડપી લીધો હતો.

હાલ દિલ્હીમાથી પકડાયેલા નાઈઝીરીયન શખ્સની પ્રાથમિક પૂછતાછમાં તેમણે ૨૦૧૬ માં ગુડગાવમાં આવા જ પ્રકારની ઠગાઈ કરીને ૧૫ લાખની છેતરપીંડી આચરી હોવાનું જયારે ચાર વર્ષ પહેલા રાજસ્થાનમાં એક મહિલાને અલગ અલગ જગ્યાએ બોલાવીને ૮ લાખ અને ૨૦૧૫ માં મુંબઈમાં એક મહિલા પાસેથી ૧.૮૦ લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે, અત્યાર સુધીમાં મેંદરડાની છેતરપીંડી તેની સૌથી મોટી રકમ છે.

આ ગેંગ દ્વારા પહેલા ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ચેટ કરી વિશ્વાસમાં લેવામાં આવતા બાદમાં, વોટ્સઅપ નંબર મેળવી વિશ્વાસ કેળવીને અલગ અલગ લાલચ અને મદદના નામે નાણા પડાવતા હોવાનું સામે આવ્યું છે.

Next Story