Connect Gujarat
Featured

જુનાગઢ : “ફીટ ઇન્ડિયા, સેવ એન્વાયરમેન્ટ”ના સંદેશ સાથે યુવાનની સાયકલ યાત્રા, 7 રાજ્યોમાં 3800 કી.મી.નું અંતર કાપશે

જુનાગઢ : “ફીટ ઇન્ડિયા, સેવ એન્વાયરમેન્ટ”ના સંદેશ સાથે યુવાનની સાયકલ યાત્રા, 7 રાજ્યોમાં 3800 કી.મી.નું અંતર કાપશે
X

જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના બરૂલા ગીર ગામનો એક પર્વતારોહી યુવાન 7 રાજ્યોના 3800 કિલોમીટરના સાયકલ યાત્રાના પ્રવાસે નિકળ્યો છે, ત્યારે પ્રવાસના 16 દિવસની સફરમાં “ફીટ ઇન્ડિયા” અને “સેવ એન્વાયરમેન્ટ”ના સંદેશ સાથે જનજાગૃતિ લાવવાનું સુંદર કાર્ય પણ કરવામાં આવશે.

માળિયાહાટીના તાલુકાના બરૂલા ગીર ગામનો વતની અને અત્યાર સુધી અનેક પર્વતો સર કરીને પર્વતારોહી તરીકે ઉમદા કાર્ય કરનાર જાદવ વિક્રમસિંહ જુનાગઢ આવી પહોચ્યો હતો. આ સાયકલીંગના માધ્યમથી યુવાન હર એક ગામ અને શહેરમાં ફીટ ઇન્ડિયા અને સેવ એન્વાયરમેન્ટનો સંદેશો આપવા માટેની નેમ લઈને નિકળ્યો છે, ત્યારે સાયકલ યાત્રાની શરૂઆત અરુણાચલ પ્રદેશના વાલોંગ શહેરથી કરવામાં આવશે. આ સાયકલ યાત્રાને 7 રાજ્યોમાંથી પસાર થતાં લગભગ 16 દિવસનો સમય લાગશે. જોકે કુલ 3800 કિલોમીટરનું અંતર કાપીને ગામે ગામ સંદેશો પણ પહોચાડવામાં આવશે. આ સાયકલ યાત્રી રોજના 230 કિલોમીટર સાયકલીંગ કરશે, ત્યારે સાયકલ યાત્રાની સફરમાં “ફીટ ઇન્ડિયા” અને “સેવ એન્વાયરમેન્ટ”ના સંદેશ સાથે જાગૃતિ લાવવાના કાર્યને લોકોએ પણ ખૂબ બિરદાવ્યું છે.

Next Story