Connect Gujarat
Featured

જુનાગઢ : ગિરનાર પર્વત પર આરોહત બનશે સરળ, જુઓ શું સુવિધા ઉભી કરાય

જુનાગઢ : ગિરનાર પર્વત પર આરોહત બનશે સરળ, જુઓ શું સુવિધા ઉભી કરાય
X

રાજયમાં પાવાગઢ અને અંબાજી બાદ હવે જુનાગઢમાં પણ રોપ-વેની સેવા શરૂ કરવામાં આવશે. શ્રધ્ધાળુઓ હવે ગિરનારની તળેટીથી રોપ-વેમાં બેસીને ટોચ સુધી પહોંચી શકશે. ગિરનાર પર્વત પગપાળા ચઢવા માટે 10 હજાર કરતાં વધારે પગથીયા છે.

રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનાર પર આરોહણ હવે સરળ બની જશે. ગિરનાર પર્વત પર ચઢવા માટે શ્રધ્ધાળુઓએ 10 હજાર કરતાં વધારે પગથીયા ચઢવા પડે છે. જેમાં શ્રધ્ધાળુઓ થાકી જવાની સાથે સમય પણ વધારે લાગી જતો હોય છે. શ્રધ્ધાળુઓ ગિરનાર પર્વત પર આરોહણ કરી શકે તે માટે હવે રોપ- વેની સુવિધા ઉભી કરવામાં આવશે. રોપ-વેની કામગીરી 90 ટકા જેટલી પુર્ણ થઇ જતાં નિષ્ણાંતોની ટીમ તપાસ માટે આવી છે અને રોપ-વેનું ટ્રાયલ લેવામાં આવી રહયું છે. યુરોપમાં આવેલાં ઓસ્ટ્રીયાથી વિદેશી નિષ્ણાંતો હાલ જુનાગઢ ખાતે આવ્યાં છે. કોરોના વાયરસની મહામારીના કારણે અત્યારે શ્રધ્ધાળુઓને દુર રાખવામાં આવી રહયાં છે. 9મી નવેમ્બરના રોજ જુનાગઢનો આઝાદી દિવસ હોવાથી તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે.

Next Story