Connect Gujarat
Featured

જૂનાગઢ : માંગરોળમાં રસ્તા-પાણી સહિતના વિકાસ કાર્યો મામલે સ્થાનિકોએ તંત્રને પાઠવ્યું આવેદન પત્ર

જૂનાગઢ : માંગરોળમાં રસ્તા-પાણી સહિતના વિકાસ કાર્યો મામલે સ્થાનિકોએ તંત્રને પાઠવ્યું આવેદન પત્ર
X

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓજી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા અને પીવાના પાણી સહિતના વિકાસના કાર્યો ન થતા સ્થાનિકો દ્વારા મામલતદાર મારફતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું.

માંગરોળ તાલુકાના ટેલીફોન એક્સચેન્જ નજીક ઓજી વિસ્તારમાં રહેતા સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ઓજી વિસ્તાર તાલુકા પંચાયત હસ્તક છે, તેમજ અહીંના વિસ્તારથી ચૂંટાઈને ગયેલા પ્રતિનિધિઓ ચૂંટણી પછી વિસ્તારની મુલાકાતે પણ આવતા નથી. ઉપરાંત અહીંનો વિસ્તાર વિકાસથી બીલકુલ વંચિત છે, ત્યારે પીવા લાયક મીઠાપાણીની પણ તંગી છે. જોકે પાણીની પાઈપલાઈનનું કામ અધૂરું હોવાના કારણે સ્થાનિક રહીશોને પાણી વિના ઘણું હેરાન થવું પડી રહ્યું છે. લાંબા સમયથી રસ્તાઓ પણ ખૂબ જ બિસ્માર હાલતમાં આવી ગયા છે, જ્યારે નેતાઓ અને આગેવાનો ચૂંટણી સમયે માત્રને માત્ર મત માંગવા જ આવે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે વહેલી તકે ઓજી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન અને રસ્તાઓનું કાર્ય પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા આવેદન પત્ર પાઠવી તંત્રને રજુઆત કરવામાં આવી છે.

Next Story