જુનાગઢ : એમ.જી. રોડના વેપારીઓએ રામધૂન સાથે મનપા કચેરીનો કર્યો ઘેરાવો, જાણો શું વેપારીઓની છે માંગણી..!

0
National Safety Day 2021

જુનાગઢ શહેરના મુખ્યમાર્ગ એવા એમ.જી. રોડની બિસ્માર હાલતથી ત્રસ્ત વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર એક દિવસ બંધ રાખી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વેપારીઓએ મુખ્ય કાળવા ચોકથી રામધૂન સાથે રેલી યોજી મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવો કર્યો હતો.

જુનાગઢ શહેરના એમ.જી. રોડના વેપારીઓએ મંગળવારના રોજ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તો સાથે જ બિસ્માર માર્ગના રીપેરીંગ બાબતે વેપારીઓએ કાળવા ચોકથી રામધુન સાથે રેલી યોજી મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવો કર્યો હતો. મહાનગરપાલિકા કચેરીના પ્રવેશ દ્વાર ઉપર બેસી જઈ ઉચ્ચ અધિકારીઓને કચેરીમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા.

જોકે, બિસ્માર માર્ગનું રીપેરીંગ કામ ક્યારથી શરૂ થાય તે અંગે સ્થાનિક વેપારીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. ઉપરાંત જ્યાં સુધી યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી વેપારીઓએ મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવી હતી, ત્યારે વેપારીઓની માંગણીઓને ધ્યાનમાં રાખી જુનાગઢના મેયરે આશ્વાસન આપ્યું હતું કે, આગામી 10 દિવસમાં જો પાણીની પાઈપલાઈનનું કામ શરૂ નહીં થાય તો રસ્તાનું કામ સત્વરે શરૂ કરી દેવામાં આવશે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here