Connect Gujarat
Featured

જુનાગઢ : મોબાઈલના સ્પેરપાર્ટ કાઢીને વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 500થી વધુ મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ

જુનાગઢ : મોબાઈલના સ્પેરપાર્ટ કાઢીને વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 500થી વધુ મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ
X

જુનાગઢ પોલીસે લાખોની કિંમતના 500થી વધુ મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જેમાં મોબાઈલના સ્પેરપાર્ટને કાઢી વેચી મારવાનો વેપલો ચલાવતો હોવાનો ખુલાસો થતાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાતોરાત મોટો કારોબાર કરવાના સપનામાં એક શખ્સ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે. જુનાગઢમાં મોબાઇલ રીપેરીંગ કરનાર કાઝીમ રાજસૂમરા નામનો શખ્સ ચિતાખાના ચોક વિસ્તારમાં આવેલ ક્રિસ્ટલ મોલમાં દુકાન ચલાવતો હતો. જે ગોંડલના એક વ્યક્તિ પાસેથી ચોરી કરેલા મોબાઇલનો જથ્થો ખરીદતો હતો. જેમાં લાખોની કિંમતના મોબાઈલને ઓછી કિંમતમાં લઈ તેના સ્પેરપાર્ટ કાઢીને વેચવાનો કારોબાર કરતો હતો. જોકે જુનાગઢ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસોજી પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો છે.

સમગ્ર મામલે પોલીસમાં આપેલી કબૂલાત મુજબ આ શખ્સ છેલ્લા એક વર્ષથી ચોરેલા મોબાઇલનો કારોબાર કરતો હતો, ત્યારે પોલીસે આ શખ્સની ધરપકડ કરી 504 નંગ મોબાઈલ મળી કુલ કિંમત 27,97,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે હાલ તો પોલીસે અન્ય ફરાર 4 જેટલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story