Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : હવે, શિયાળામાં પણ વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

જુનાગઢ : હવે, શિયાળામાં પણ વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો
X

જુનાગઢ સહિત આસપાસના તાલુકાઓમાં કમોસમી વરસાદનું ફરી એક વાર આગમન થયું છે. શહેરના કેટલાક વિસ્તારમાં અમી છાંટણા તો કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, ઉતરાયણના નજીકના

દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું ફરી એક વાર આગમન થવા જઇ

રહ્યું છે, ત્યારે જુનાગઢ શહેરમાં આજે વહેલી સવારે

વરસાદના ઝરમર છાંટણા પડ્યા હતા. માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોની

ચિંતામાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને ખેડૂતોના ઘઉં, ધાણા, ચણા સહીતના પાકને ભારે નુકશાન થાય તેવી શક્યતા સેવાઇ

રહી છે. કમોસમી વરસાદથી ઘંઉ

ઢળી જવાની પુરી શક્યતા છે, જ્યારે ધાણાને પણ પાણીથી ભારે નુકશાની થતી હોય છે. ઉપરાંત

ચણામાં પણ ઉપરથી પાણી પડવાથી ભારે નુકશાન થાય છે. જેથી ખેડૂતોમાં વધુ ચિંતા વ્યાપી ગઈ છે.

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના, અમરાપુર, પાણીધ્રા, જુથળ, ગળોદર સહિતના ગામોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં ગિરનારના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા.

Next Story