જુનાગઢ : હાંડલા ગામે ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાયું, અનેક મકાનના નળિયા અને પતરાં હવામાં ઊડ્યાં

0

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હાંડલા ગામે વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે અનેક મકાનના નળિયા અને પતરાં હવામાં ઊડ્યાં હતા.

જુનાગઢના મુખ્ય મથક એવા કેશોદ તાલુકાના હાંડલા ગામે ગત રાત્રીના ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક મકાનના નળિયા અને પતરા હવામાં ઊડીને માર્ગ પર પડ્યા હતા. જોકે રાત્રિ દરમ્યાન માર્ગ પર લોકોની અવરજવર ન હોવાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનીક તલાટી મંત્રી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ભારે પવનના કારણે મકાનોમાં થયેલ નુકશાન બદલ સ્થાનિકોએ તંત્ર પાસે સહાયની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here