Connect Gujarat
Featured

જુનાગઢ : જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત, મૃતકના સ્વજનોએ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ

જુનાગઢ : જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત, મૃતકના સ્વજનોએ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ
X

જુનાગઢ શહેરની જેલમાં એક કાચા કામના કેદીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ જેલ પ્રશાસન અને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, 26 વર્ષીય મેરાજશા ઇસ્માલશા રફાઈ નામનો યુવાન લૂંટના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે જુનાગઢની જેલમાં સજા ભોગવી રહ્યો હતો, ત્યારે ગત તા. 7મી સપ્ટેમ્બરના રોજ જેલમાં કેદીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ઉશ્કેરાયેલા પરિવારજનોએ પોલીસના ત્રાસથી પોતાના દીકરાએ જેલમાં ઝેરી દવા ગટગટાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

જુનાગઢ જેલ સત્તાધીશો દ્વારા ગંભીર હાલતમાં મેરાજશા ઇસ્માલશા રફાઈને સારવાર અર્થે શહેરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતાં અધવચ્ચે જ તેનું મોત નીપજ્યું હતું, ત્યારે મૃતક મેરાજશાના પરિવારજનોએ જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી. તો સાથે જ આક્ષેપ કર્યો હતો કે, જેલમાં ઝેરી દવા ક્યાંથી આવી તેમજ જેલ સત્તાવાળાઓ વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

Next Story