Connect Gujarat
Featured

જુનાગઢ : ગિરનારની ટોચે પહોંચવા હવે નહિ દુખે પગ, જુઓ શું છે કારણ

જુનાગઢ :  ગિરનારની ટોચે પહોંચવા હવે નહિ દુખે પગ, જુઓ શું છે કારણ
X

જુનાગઢના ગિરનાર પર્વતને ચઢવા માટે શ્રધ્ધાળુઓને 10 હજાર કરતાં વધારે પગથીયા ચઢવા પડતાં હોય છે પણ હવે આવતીકાલે શનિવારથી જુનાગઢ ખાતે રોપ વેની સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોપ વેનું ઇ - લોકાર્પણ કરશે. આ ઉપરાંત 470 કરોડના ખર્ચે તૈયાર થયેલા યુએન મહેતા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે.રાજયમાં યાત્રાધામ પાવાગઢ અને અંબાજી ખાતે હાલ રોપ વેની સુવિધા છે. ગિરનાર પર્વત ખાતે રોપ વેનો પ્રોજેકટ ઘણા સમયથી વિલંબમાં પડયો હતો.આ ઉપરાંત ઐતિહાસિક તીર્થ નગરી જૂનાગઢના ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની ટૂક-અંબાજીધામ જવા-આવવા માટેના રોપ-વેનો પણ લોકાર્પણ કરવાના છે. એશિયાના સૌથી લાંબા 2.3 કિ.મી. લંબાઇ ધરાવતા તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુક્ત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયાં ચડ્યાં વિના ગિરનારની ટોચે પહોંચી શકશે. પ્રત્યેક ટ્રોલી કેબિનમાં 8 વ્યક્તિની ક્ષમતા ધરાવતી કુલ 25 ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ 800 જેટલા યાત્રિકો અવરજવર કરી શકશે. ગુજરાતની વિશ્વખ્યાતિ સમા એશિયાટિક લાયન જોવા માટે આવતા લાખ્ખો પર્યટકો માટે પણ આ રોપ-વે એક નવું પ્રવાસન નજરાણું બનશે.આ ઉપરાંત વડાપ્રધાન ખેડુતો માટે પણ નવી યોજનાની જાહેરાત કરશે.

Next Story