Connect Gujarat
Featured

જુનાગઢ : એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ “ગિરનાર રોપ-વે”ની કામગીરી હવે પૂર્ણતાના આરે

જુનાગઢ : એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ “ગિરનાર રોપ-વે”ની કામગીરી હવે પૂર્ણતાના આરે
X

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢ ખાતે ગિરનાર રોપ-વેનું કામ ચાલી રહ્યું છે, ત્યારે હવે ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણતાના આરે જોવા મળી રહી છે. જુનાગઢનો નહિ પરંતુ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આગામી તા. 24 ઓક્ટોબરના રોજ ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

જુનાગઢ ખાતે ગિરનાર રોપ-વેના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે બુધવારના રોજ સાંસદ રાજેશ ચુડાસમાએ રોપ-વે સાઇટની મુલાકાત લઈ ટ્રોલીમાં બેસી જાત નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 24ના રોજ ગિરનાર રોપ-વેનું દિલ્હીથી ઇ-લોકાર્પણ કરશે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જુનાગઢ ખાતે કાર્યક્રમમાં હાજરી આપે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સૌરાષ્ટ્રના પ્રવાસનમાં એક મોટો વધારો થતાં પ્રવાસન ક્ષેત્રે જુનાગઢ આગળ વધી રહ્યું છે. જુનાગઢ ખાતે ગિરનાર રોપ-વે શરૂ થતાની સાથે જ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જુનાગઢના ઐતિહાસિક સ્થળ એટલે ઉપરકોટ અને મહોબત મકબરાની પણ રિસ્ટોરેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે જુનાગઢ જિલ્લો એક આગવું નામ ધરાવશે તેમ સ્થાનિકોએ પણ લાગણી વ્યક્ત કરીઓ હતી.

Next Story