Connect Gujarat
ગુજરાત

શાહી રવાડી સ્નાન જૂનાગઢમાં ભવનાથ મીનીકુંભની થઈ પૂર્ણાહૂતિ

શાહી રવાડી સ્નાન જૂનાગઢમાં ભવનાથ મીનીકુંભની થઈ પૂર્ણાહૂતિ
X

જુનાગઢ મિનિકુંભ મેળામાં શાહી રવાળીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

હર હર મહાદેવના નાંદ સાથે નાગા બાવાઓએ મુર્ગી કુંડમાં શાહી સ્નાન કર્યું

જુનાગઢ ચાલી રહેલ શિવ મહાકુંભ મેળા ને રાજ્ય સરકાર દ્વારા દર વખત કરતા અનેરું આયોજન આ વખતે કરવામાં આવેલ છે આ આયોજન મા અનેક પ્રકારના કાર્યક્રમો રોજે રોજ રાખવામાં આવેલ છે ત્યારે મેળા ના છેલા દિવસે નાગા બાવા સાધુ નો સહી રવાળી અને ભવનાથ મંદિર પાસે આવેલ મુર્ગી કુંડ મા શાહી સ્નાન સાથે નાગા બાવ સાધુનું કુંડમાં જ લુપ્ત થઈ જવું જેમના દર્શન કરવા એ શિવ સાથે જીવનું મિલન છે.

શાહી રવાડી નિહાળવા લોકો સવાર ના સમય થી જ આવી જતા હોય છે ,આ સંપૂર્ણ શિવરાત્રી દરમ્યાન અનેક અન્નક્ષેત્રો શિવરાત્રિ ના આખરી ઓપ સુધી ચલાવવામાં આવતા હોય છે, અનેક દુકાનો,સ્ટોલ,ખાણી પીણી ના સ્ટોલ લગાવવામાં આવે છે,આ મેળો ને રાજ્ય સરકાર દ્વારા મીની શિવ મહાકુંભ નામ આપી ને મેળા ને આકર્ષણ નું કેન્દ્ર બનાવવામાં અનેક મોટી ગ્રાન્ટ વાપરવામાં આવે છે, તો આ મેળા મા 51 લાખ રુદ્રાક્ષ થી બનાવેલું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું,

આજે મેળાનો છેલ્લો દિવસ હોય ત્યારે નાગા બાવા સાધુ-સંતો અને ભક્તો મા અનેરો ઉમળકો જોવા મળ્યો હતો, લોકો ઉત્સાહથી મેળાની મોજ માણતા નજરે પડયા હતા, જય ભોલેનાથ, બમ બમ લહેરી જેવા નાદ ની અલોકીક ગુંજો થી સમગ્ર વાતાવરણમાં ગુજનમય બન્યું હતું, તો શિવરાત્રિ ના આ પાવન પવિત્ર દિવસે સહુ ભક્તો એ ભાંગ નો પ્રસાદ ગ્રહણ કર્યો હતો, શિવજી ને વ્હાલી ભાંગ ને પ્રસાદી શિવજીને આજના પવિત્ર દિવસે ચડાવવામાં આવી હતી.

દરેક દિવસ કરતા મેળાના આજના આખરી દિવસમા લોકોનો વધુ પડતો ઘસારો જોવા મળ્યો હતો. શાહી રવાડીના દર્શનનો લહાવો લેવા લોકો આ યોજાતા કુંભ મેળામાં સવાર થી જ જગ્યા મેળવી લેવા પડાપડી થઈ હતી.તો આ મેળામા નાગા બાવા સાધુની શાહી રવાડીના દર્શન ભાગ્યશાળી ને જ થાય છે.આ મેળામા નાગા બાવા સાધુની જમાતનું સરઘસ નીકળે છે. જેમનું શાહી સ્નાનનું અદભુત દર્શન કરવા એક ભાગ્યશાળી માટે અદભુત લહાવો છે. એવું દર વર્ષે આ મેળા આવતા ભક્તો કહે છે.શાહી રવાડી મા નાગા બાવા સાધુ ની જમાત અનેક અવનવા કરતબો અને આતસ બાજી સાથે ધીરે ધીરે આગળ વધે છે.

ઉલાસ ભેર મેળા મા શાહી રવાડી સાથે મોડી રાત્રી ના શાહી રવાડી ભવનાથ મંદિર તરફ આગળ વધે છે અને ભવનાથ મંદિરની બાજુ મા આવેલ મુર્ગી કુંડ મા સર્વે નાગા બાવા સાધુઓ શાહી સ્નાન માટે ધર્મ ની ડૂબકી લગાવે છે. જેમાં થી અમુક નાગ બાવા મુર્ગી કુંડમાંથી વિલિપ્ત થઈ જાય છે. નાગા બાવા ના શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાં હુતી થાય છે

આ મેળા ને આ વર્ષે રાજ્ય સરકારે મીની કુંભ નામ આપી ને આકર્ષણ નું મોટું કેન્દ્ર પ્રસ્થાપિત કર્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે લાખો ની સંખ્યામાં માનવ મહેરામણ આ મેળા મા શાહી રવાડી જોવા મોટી સંખ્યામાં ઉમટી પડી છે જૂનાગઢ મા દરવર્ષે ભરાતા આ મેળાનો લહાવો લેવા વિદેશ થી પણ ઘણા ખરા લોકો આવતા નજરે પડે છે.આ મેળા શિવ અને જીવ ના અનેરા મિલનનો ઔલોકીક નજારો જોવા મળ્યો હતો.

Next Story