જુનાગઢ: ભવનાથમાં સાધુઓને કેફી પદાર્થ પીવડાવી કરાઇ લુંટની કોશિશ

45

૩ સાધુઓને તુરંત સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા

જુનાગઢમાં લૂંટના ઇરાદે ઉદાસીની પંચાયતી અખાડાના મહંત ગંગાદાસ બાપુ ભવનાથ તેમજ તેમની સાથે બીજા ત્રણ જેટલા સાધુ કોને ખોરાકમાં કેફી પદાર્થ મેળવી દેતા આ તમામ સાધુઓ બેભાન થઈ ગયા હતા.

જેથી તેમને સારવાર અર્થે જૂનાગઢની સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. મુખ્ય મહંત ભાનમાં આવતા તેમણે કાનપુરના રામદાસ તેમજ હનુમાનદાસ નામના સાધુએ બદ ઇરાદે આ કૃત્ય કર્યું હોવાનું અનુમાન જણાવ્યું છે.હાલમાં તો  તમામ સાધુભાનમાં આવતા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY