Connect Gujarat

કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોની પત્ની કોરોના વાઇરસને માત આપી પરત ફર્યા

કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોની પત્ની કોરોના વાઇરસને માત આપી પરત ફર્યા
X

વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ગ્રેગોઈરે પણ કોરોના વાઇરસનો ભોગ બન્યા હતા. હવે તે સારવાર બાદ સ્વસ્થ થઇ ફરી પરત ફર્યા છે. આ તકે સોફીએ શનિવારે જાણકારી આપતા જણાવ્યુંં હતુ કે, મને હવે સારુ લાગી રહ્યું છે.

મહત્વનું છે કે, 12 માર્ચના રોજ લંડનના પ્રવાસ બાદ સોફીને કોરોના વાઇરસનું સંક્રમણ લાગ્યું હતું, ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અને તેમનો પરિવાર પણ આઈસોલેશનમાં દાખલ થયો હતો.મહત્વનું છે કે, કેનેડામાં અત્યાર સુધીમાં 5655 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 60 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Next Story
Share it