Connect Gujarat
Featured

ભાજપમાં જોડાયા જ્યોતિરાદિત્ય સિંધિયા, કહ્યું -કોંગ્રેસ છોડતી વખતે હું દુખી અને વ્યથિત છું

ભાજપમાં જોડાયા જ્યોતિરાદિત્ય સિંધિયા, કહ્યું -કોંગ્રેસ છોડતી વખતે હું દુખી અને વ્યથિત છું
X

હોળીના દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું હતું. સિંધિયાએ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું હતું.

મધ્યપ્રદેશના રાજકારણના 'મહારાજ' જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટી મુખ્યાલયમાં સભ્યપદ લીધું. એક સમયે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની નજીક રહેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભામાં મોકલી શકે છે.

ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને જગત પ્રકાશ નડ્ડાનો આભાર માનતા કહ્યું મને પોતાના પરિવારમાં સ્થાન આપ્યું. સિંધિયાએ કહ્યું કે મારા જીવનમાં બે તારીખો ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે, જેમાંથી પ્રથમ 30 સપ્ટેમ્બર 2001, જ્યારે મેં મારા પિતાને ગુમાવ્યો, તે જીવન બદલાવાનો દિવસ હતો. અને બીજી તારીખ 10 માર્ચ 2020 કે જ્યારે મેં જીવનમાં મોટો નિર્ણય લીધો છે.

સિંધિયાએ કહ્યું કે આજે મન વ્યથિત અને ઉદાસ છે. અગાઉ જે કોંગ્રેસ પક્ષ હતો તે હવે અસ્તિત્વમાં નથી, ત્યાં ત્રણ મુખ્ય મુદ્દાઓ છે. પ્રથમ વાસ્તવિકતાને નકારી કાઢવી, નવી વિચારધારા અને નેતૃત્વને માન્યતા નહીં આપવી. જ્યારે 2018માં જ્યારે મધ્યપ્રદેશમાં સરકારની રચના કરવામાં આવી ત્યારે એક સ્વપ્ન હતું, પરંતુ તે બરબાદ થઈ ગયું છે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે પોતાના વચનો પાળ્યા નથી. કોંગ્રેસમાં રહીને જાહેર સેવા કરી શકાતી નથી.

ભાજપમાં જોડાતા જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રાજ્યની કોંગ્રેસ સરકારને ભ્રષ્ટાચારી અને વચન ખિલાફી ગણાવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું, દેશ મોદીજીના હાથમાં સુરક્ષિત છે. ભાજપમાં રહી જન સેવા અને પ્રગતિના કર્યોમાં યોગદાન આપીશ.

Next Story