Connect Gujarat
Featured

ક્ચ્છ : ચાઇનીઝ ફ્રૂટ જેવુ લાગતું હતું “ડ્રેગન” ફ્રુટનું નામ, જાણો પછી કેમ અપાઈ “કમલમ” ફ્રૂટ તરીકેની માન્યતા..!

ક્ચ્છ : ચાઇનીઝ ફ્રૂટ જેવુ લાગતું હતું “ડ્રેગન” ફ્રુટનું નામ, જાણો પછી કેમ અપાઈ “કમલમ” ફ્રૂટ તરીકેની માન્યતા..!
X

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને તેને કમલમ ફ્રૂટ તરીકે નવી ઓળખ આપી છે, ત્યારે કચ્છના ખેડૂતોમાં ભારે આનંદ છવાયો છે. કારણ કે. થોડાક સમય પૂર્વે ખેડુતો દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખવા માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડાને રજુઆત કરવામાં આવી હતી, જે રજુઆત હવે ફળી હોય તેમ સાબિત થયું છે.

કચ્છ જિલ્લામાં મોટાપાયે ખેડૂતો ડ્રેગન (કમલમ) ફ્રુટનું વાવેતર કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, ડ્રેગન ફ્રુટ નામ એ કોઈ ચાઇનીઝ ફ્રૂટનું નામ છે. જેથી તેને કમલમ નામ અપાયું છે. જો કચ્છની વાત કરીએ તો, અબડાસા તાલુકામાં મુખ્યત્વે કમલમ ફ્રુટની ખેતી થાય છે. તો સાથે જ એક ખેડૂતે જણાવ્યું હતું કે, 65 એકરમાં ડ્રેગન ફ્રૂટનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે. ભારતમાં સૌથી વધુ અને કચ્છમાં સૌપ્રથમ ખેડૂતો ડ્રેગન ફ્રૂટ એટલે કે, કમલમ ફ્રૂટનું વાવેતર કરી રહ્યા છે. આ ફળને લોકલ નામ મળવાથી તેને વધારે પ્રોત્સાહન મળશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story