Connect Gujarat
Featured

ક્ચ્છ : દેશમાં વિખ્યાત બનેલા રણોત્સવના અર્થતંત્રને લાગ્યો જબ્બર ફટકો, જાણો શું છે કારણ..!

ક્ચ્છ : દેશમાં વિખ્યાત બનેલા રણોત્સવના અર્થતંત્રને લાગ્યો જબ્બર ફટકો, જાણો શું છે કારણ..!
X

કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે વચ્ચે રણોત્સવ પણ યોજવામાં આવ્યો છે. જોકે વિશ્વફલક પર ચમકેલા સફેદ રણની ચાંદનીને પણ આજે કોરોનાનું ગ્રહણ લાગતા પ્રવાસીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

એક અંદાજ મુજબ કોરોનાના કારણે આ વર્ષે કચ્છ રણોત્સવના અર્થતંત્રમાં 80 ટકા ગાબડું પડી ગયું છે. કોરોનાના કાળરૂપી ચક્ર વચ્ચે પ્રવાસીઓ આવતા નથી, જેથી ટેન્ટ સિટિ સિવાય પર્યટકોનો પ્રવાહ ઓછો હોવાથી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. રણોત્સવના છેલ્લા 3 માસ દરમ્યાન થનારી આવકમાં આ વર્ષે 32 કરોડનો ઘટાડો નોંધાવાનો અંદાજ છે. જોકે, ટેન્ટ સિટિમાં પ્રવાસીઓ માટે કોરોના સંદર્ભે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અહીં નિયમોના સખત પાલન સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ પણ અપાયું છે. રણોત્સવના 12 વર્ષના ઇતિહાસમાં આ વર્ષે ઓછાયો છવાયો છે. કોરોના વચ્ચે અહીં તમામ નિયમો પાળવામાં આવી રહ્યા છે. જેથી પ્રવાસીઓ ક્ચ્છ આવી સફેદ રણની સુંદરતા માણી શકે. તો સાથે જ પ્રવાસીઓના આવવાથી અહીંના અર્થતંત્રને પણ વેગ આપવામાં મોટો ફાળો મળી રહે તેમ છે.

Next Story