Connect Gujarat
ગુજરાત

કડોદરા:GIDC પોલીસે કોપર,સ્ટીલ,પિત્તળ જેવા ભંગારની ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ

કડોદરા:GIDC પોલીસે કોપર,સ્ટીલ,પિત્તળ જેવા ભંગારની ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ
X

પોલીસે બાતમીના આધારે ગેંગના ૪ સાગરીતોને રૂપિયા ૪.૨૬ લાખના કોપર વાયર સાથે ઝડપી પાડ્યા,અન્ય ૩ને વોન્ટેડ જાહેર કર્યા

કડોદરા જી આઈ ડી સી પોલીસે કોપર,સ્ટીલ,પિતળ જેવા ભંગારની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

છે. ગત તારીખ ૧૫.૧૦.૨૦૧૯ ના રાત્રી સમય દરમિયાન સુરતના કડોદરા નજીક સાઈ આર્શીવાદ

કોમ્પ્લેક્ષમાં આવેલ વર્ધમાન મોટર રિવાઈડિંગની દુકાન માંથી ૬૦૦ કિલો કોપર વાયરની

ચોરી થઈ હતી. દુકાન માંથી ૪.૨૬ લાખની કિંમતનાં કોપર વાયરો તેમજ દુકાન બહાર પાર્ક

કરેલી મોટર સાયકલની ચોરી કરી ફરાર થયાં હતાં. આ બનાવ અંગે દુકાન માલિકે કડોદરા જી

આઈ ડી સી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી

આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

ચોરીની ઘટનાના ત્રણ માસ બાદ તપાસ દરમિયાન કડોદરા

જી આઈ ડી સી પોલીસને આરોપીઓ અંગે એક પાક્કી બાતમી મળી હતી કે અંકલેશ્વર,સચીન,ઉમરગામ અને કડોદરા વિસ્તાર માં કોપર,સ્ટીલ,અને પિત્તળ જેવા કિંમતી ભંગારોની ચોરી કરતી

ગેંગના સાગરીતો કડોદરાના આકળામુખી મંદિર નજીક આવનાર છે. પોલીસ પાસે પાક્કી બાતમી

હતી કે આરોપીઓ કડોદરા ખાતે ચોરી કરેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ વેચવા માટે વેપારીને

મળવા આવનાર છે.જે બાતમીના આધારે પોલીસ કડોદરાના આકળામુખી

હનુમાન ના મંદિર નજીક આરોપીઓને પકડવા માટે પાડવા માટે વોચમાં હતી. દરમિયાન આકળામુખી હનુમાન મંદિરના ખુલ્લા મેદાનમાં ગેંગના ૪ સાગરીતો

કડોદરા પોલીસના હાથે લાગ્યા હતા. આરોપીઓ ચોરીનો મુદ્દામાલ

વહેંચવા માટે આવ્યા હતા. સમય દરમિયાન જ પોલીસે બાતમીના આધારે

વોચ ગોઠવી પોલીસે ચાર આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા હતા

જ્યારે ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓ પૈકી મુન્નો ઉર્ફે

ખલબલી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી મુન્નો ઉર્ફે ખલબલી

ઉપર કરજણ અને વારણામાં પોલીસ સ્ટેશન ખાતે ચોરી તેમજ લૂંટ જેવા ગુનાઓમાં જેલ વાસ

ભોગવી ચુક્યો છે. ત્યારે આ ચોરીની સમગ્ર ઘટનામાં પોલીસે ત્રણ

આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે ચોરીના કોપર

વાયરો,બાઇક મળી ૫ લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કરી ૪ આરોપીઓની

અટકાયત કરી છે.

Next Story