Connect Gujarat
ગુજરાત

કાકા-બા હોસ્પિટલના સહયોગથી અંકલેશ્વરની સાંઈ રેસીડેન્સી-૨ માં કરાયું વૃક્ષારોપણ !

કાકા-બા હોસ્પિટલના સહયોગથી અંકલેશ્વરની સાંઈ રેસીડેન્સી-૨ માં કરાયું વૃક્ષારોપણ !
X

અંકલેશ્વર ખાતે આવેલ સાંઇ રેસીડન્સી-૨માં તા.૧૨મીની સવારે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ યોજી વૃક્ષારોપણ કરાયું હતું.

કાકા-બા હોસ્પિટલ હાંસોટ દ્વારા “મીશન ગ્રીન કેનોપી” અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંઈ રેસીડેન્સી-૨ ના સભ્યો તરીકે અલ્પેશભાઈ મોદી, જયશીલભાઈ સીસોદ્રાવાલા તેમજ ભૌમિકભાઈ ગાંધી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી સોસાયટીના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="60442,60443,60444,60445,60446,60447,60448"]

આ પ્રસંગે કાકા-બા હોસ્પિટલ હાંસોટના ટ્રસ્ટી ડૉ. ભરતભાઇ ચાંપાનેરીયાએ કનેકટ ગુજરાત સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, કાકા-બા હોસ્પીટલ ભરૂચ-અંકલેશ્વર-હાંસોટ ખાતે છેલ્લા ૪૦ વર્ષથી આરોગ્યલક્ષી સારી કામગીરી કરી રહી છે. આરોગ્યક્ષેત્રે કામ કરતા કરતા ટ્રસ્ટી મંડળને લાગ્યું કે બીજા પણ ઘણાં ક્ષેત્રે કામ કરવાની જરૂરીયાત છે.

જેથી “માતૃ વંદના” નામના એક પ્રોજેકટની વિચારણા કરી અમલી કરાયો. જેમાં ઘરતીને નવ પલ્લિત કરવા,હરિયાળી બનાવવાના હેતુસર ટ્રસ્ટે એક લાખ ઝાડ વાવવાનો સંકલ્પ લઈ વૃક્ષારોપણ કાર્યક્રમ આરંભ કરી અત્યાર સુધીમાં ૮ થી ૧૦ હજાર વૃક્ષો વાવી ચૂકયા છે. આ વૃક્ષારોપણનો યજ્ઞ આવતા ડિસેમ્બર સુધી કાર્યાંન્વીત કરાશે. પછી નવા વર્ષથી તેનો પુન: આરંભ કરાશે. પ્રજાલક્ષી વિવિધ પ્રોજેકટ માતૃ વંદના અંતર્ગત યોજવામાં આવેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આનંદ સાથે કહેવું પડે છે કે આ કાર્યક્રમ થી પ્રેરાઇ હજારો લોકો દ્વારા જાતે પણ વૃક્ષ વાવવાની મુહિમ શરી કરાઇ છે. જે ખરેખર આવકરદાય છે.

Next Story