Connect Gujarat
ગુજરાત

અંદાડા ખાતે યોજાયો કલા મહાકુંભ ૨૦૧૮

અંદાડા ખાતે યોજાયો કલા મહાકુંભ ૨૦૧૮
X

ભરૂચ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા આર.એમ.પી. સ્કુલ અંદાડા ખાતે કલા મહાકુંભમાં લોકનૃત્ય,ગરબા,ભારત નાટ્યમ જેવિ વિવિધ કૃતિઓ રજૂ કરાઇ

ભરૂચ જિલ્લા રમતગમ અધિકારીની કચેરી દ્વારા અંદાડા સ્થીત આર.એમ.પી સ્કુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો.જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની કલાનું નિદર્શન કરી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="58236,58237,58238,58239,58240,58241,58242,58243,58244"]

કલા મહાકુંભમાં લોક્નૃત્ય,ગરબા,ભારતનાટ્યમ,કુચીપિડી,ઓડીસી,મણિપુરી જેવી વિવિધ કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ઉદ્ધાટક અંકલેશ્વર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ,જિલ્લા રમતગમ અધિકારી શ્યામુ પાંડોર તથા આર.એમ.પી શાળાના આચાર્યા સંજીતા રોય દ્વારા દિપ પ્રાગટય કરી કારયક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર કલાકાર ઝોન ( પ્રદેશકક્ષા)એ ભાગ લેવા માટે જશે. કલા મહાકુંભમાં મણિપુરી નૃત્ય વીર તમાકુવાલા, કથ્થક નૃત્યમાં ૬ થી ૧૪ વર્ષના ગ્રુપમાં ઋત્વી પારેખ, ૧૫ થી ૨૦ વર્ષના ગ્રુપમાં હની ગાંધી વિજેતા રહ્યાં હતાં. સાથે ભરતનાટયમમાં ૬ થી ૧૪ વર્ષના ગ્રુપમાં હીર પંચાલ, ૧૫ થી ૨૦ વર્ષના ગ્રુપમાં હની મિસ્ત્રી તેમજ ઓડીસીમાં ક્રિના પાઠક, કુચીપિડીમાં કોમલ બુચ,

લોક નૃત્યમાં ૬ થી ૧૪ વર્ષના ગ્રુપમાં મોતાલી પ્રાથમિક શાળા તથા ૧૫ થી ૨૦ વર્ષના ગ્રુપમાં માંડવામાં આવેલ ગાયત્રી વિદ્યાલય,ગરબા સ્પર્ધામાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પી.પી.સવાણી શાળાના કલાકારો વિજેતા રહ્યાં હતાં. વિજેતા રહેલા તમામ કલાકારોએ જિલ્લાકક્ષાએ શાળા તથા શહેરનું નામ રોશન કર્યુ છે. આ તમામ કલાકારો હવે ઝોનકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિજેતા નિવડેલા તમામ કલાકારોને ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી સ્યામુ પાંડોરે અભિનંદન પાઠવ્યા હતાં.

Next Story