Connect Gujarat
ગુજરાત

કામરેજ: ઓપેરા રોયલ સોસાયટીના લોકો દ્વારા કોર્પોરેશનમાં સમાવવાની માંગ સાથે બનાવાઇ નાગરિક એકતા સમિતિ

કામરેજ: ઓપેરા રોયલ સોસાયટીના લોકો દ્વારા કોર્પોરેશનમાં સમાવવાની માંગ સાથે બનાવાઇ નાગરિક એકતા સમિતિ
X

રહીશો દ્વારા નાગરિક એકતા સમિતિ બનાવી નગરપાલિકામાં સમાવેશ બાદ શું શું ફાયદા થશે તેની તમામ ગામોની સોસાયટીમાં જઈ સમજણ આપવામાં આવી

કામરેજ તાલુકાના કેટલાક ગામોને મહાનગર પાલિકામાં

સમાવવાની હિલચાલ શરૂ થઇ છે. ત્યાર થીજ વિવાદની શરૂઆત થઇ છે.કામરેજ તાલુકાના કેટલાક

ગામના લોકો મહાનગરપાલિકામાં સમાવવાની માંગ કરી રહ્યા છે. તો કેટલાક ગામના લોકો

વિરોધ કરી રહ્યા છે.ત્યારે આજે કામરેજના ખોલવડ ખાતે આવેલી ઓપેરા રોયલ સોસાયટીના

લોકો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઇ મહાનગર પાલિકામાં સમાવવા માટેની માંગ કરવામાં

આવી છે.

ખાસ કરી ને હવે મહિલાઓ પણ મહાનગરપાલિકામાં જોડવા

બાબતે મેદાને આવી છે અને કોઈ પણ ભોગે મહાનગરપાલિકામાં ભળવા માટેની માંગ કરી રહી

છે. ગ્રામજનો દ્વારા મહાનગર પાલિકા માં સમાવવા બાબતે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે

છેલ્લા ૫ વર્ષ થી આ સોસાયટી ની નિર્માણ થયું છે અને તેઓ અહિયાં વસવાટ કરે છે અને નિયમિત

વેરો પણ ભરે છે. પરંતુ આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી ભૌતિક સુવિધા

તેમને આપવામાં નથી આવી.ઉપરાંત ગ્રામ પંચાયતના વેરા અને મહાનગર પાલિકામાં વેરામાં

એટલો તફાવત પણ નથી તો પછી શા માટે નગરપાલિકામાં સમાવેશ કરવામાં નહિ આવે.

જેથી હવે સોસાયટીના રહીશો દ્વારા નાગરિક એકતા સમિતિ

બનાવી નગરપાલિકામાં સમાવેશ બાદ શું શું ફાયદા થશે તેની તમામ ગામોની સોસાયટીમાં જઈ

સમજણ આપવામાં આવી રહી છે અને મહાનગરપાલિકામાં સમાવવા માટેની માંગ કરવામાં આવી રહી

છે.

Next Story