Connect Gujarat
ગુજરાત

કામરેજ : મનપામાં જોડાવાની માંગ સાથે ખોલવડની મહિલાઓનું શક્તિ પ્રદર્શન

કામરેજ : મનપામાં જોડાવાની માંગ સાથે ખોલવડની મહિલાઓનું શક્તિ પ્રદર્શન
X

સુરતના કામરેજના ખોલવડ ખાતે આજે મહિલાઓ દ્વારા મહાનગરપાલિકામાં સમાવવાની માંગ સાથે શક્તિ પ્રદશન કરવામાં આવ્યો હતો. મહિલાઓએ એક જગ્યા પર એકઠા થઇ ભારે સુત્રોચાર કર્યા હતા અને કોઈ પણ ભોગે મનપામાં સમાવી લેવા માંગ કરી હતી.

કામરેજ તાલુકાના ખોલવડ

ગામે આવેલી સ્ટાર મનોરથ રેસીડેન્સીની મહિલાઓ એમના ગામ અને સોસાયટીને

મહાનગરપાલિકામાં સમાવી લેવાની માંગ સાથે શક્તિ પ્રદર્શન કરી રહી છે. છેલ્લા કેટલાક

સમયથી આખા રાજ્યમાં મનપા નજીકના ગામોને મનપામાં ભેળવી દેવાની હિલચાલ ચાલી રહી હતી. ત્યારે કામરેજ તાલુકાના ખોલવડ ,વાલક ,લસકાણા

,ભાદા સહિતના ગામોને મનપામાં સમાવિષ્ટ કરવામાં આવી

રહ્યા છે પરંતુ કેટલાક ગામના લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો કેટલા

લોકો મનપામાં ભળી જવાની માંગ કરી રહ્યા છે.

જ્યારથી સુરત જીલ્લા

સંકલનમાં ગામોને મનપામાં સમાવવાની હિલચાલ શરુ થઇ છે. રાજ્યના મંત્રી કુમાર કાનાણી

તેમજ સુરત શહેર અને કામરેજના ધારાસભ્ય ગામોને શહેરમાં સમાવવા માંગ કરી રહ્યા છે.

જયારે જીલ્લા ભાજપ ના અગ્રણીઓ ગામો ને સમાવવાનો વિરોધ કરી ચુક્યા છે ત્યારે

આવતીકાલે ગાંધીનગર ખાતે સંકલન ની બેઠક છે તે પહેલા આજરોજ રાજ્ય ના કેબીનેટ ના

મંત્રી ગણપત વસાવા દ્વારા એક અગત્ય ની તાલુકા સંકલન ની બેઠક કોસંબા ખાતે

બોલાવવામાં આવી હતી અને તમામ તાલુકા સંકલન ના હોદ્દેદારો ના અભિપ્રાય લેવામાં

આવ્યા હતા.

Next Story