Connect Gujarat
Featured

ઓમાનમાં શેખનું બિરૂદ મેળવનારા એક માત્ર ગુજરાતી કનકશી ખીમજીભાઇનું નિધન

ઓમાનમાં શેખનું બિરૂદ મેળવનારા એક માત્ર ગુજરાતી કનકશી ખીમજીભાઇનું નિધન
X

મુળ ગુજરાતના કચ્છના વતની અને રામદાસ ગૃપ ઓફ કંપનીઝના કનકશી ખીમજી ભાઈ ખાડી દેશ ઓમાનમાં રહેતા વિશ્વનાં એકમાત્ર હિન્દુ શેખ હતાં.તેમણે ઓમાનનાં વિકાસ માટે ઓઇલમાંથી થતી કમાણીનો ઉપયોગ કર્યો હતો. ઓમાનના શેખનું બિરૂદ મેળવનારા એક માત્ર હિંદુ કનકશીભાઇ હવે આપણી વચ્ચે રહયાં નથી.

ઓમાન સાથે 150 વર્ષ જુનો સંબંધ ધરાવતા કનકશીભાઈ મૂળ ગુજરાત કચ્છ જિલ્લાનાં હતા. તેમને ઓમાનનાં સુલ્તાન કાબુસ બીન સઇદનાં શેખની ઉપાધી આપવામાં આવી હતી. કનકશીભાઈએ દાદા-પરદાદાની વિરાસતને આગળ ધપાવી હતી. કનકભાઈનાં પરદાદા વિશ્વનાં મોટા બંદરગાહો પર ઝડપથી માલ પહોંચાડવાનું કામ કરતા હતા. તેમનાં પણ પરદાદા ઠાકરશી 1870માં માંડવી કચ્છથી ઓમાનનાં સૂર નામક સ્થાન પર સ્થાયી થઈ ગયા. તેઓ ભારતથી અનાજ, ચા અને મસાલા લઈ જઈને ઓમાનમાં વેચતા હતા અને ત્યાંથી ખજૂર, ડ્રાય લાઇમ અને લોબાન ભારતમાં વેચતા હતા. ઓમાની રાજધાની મસ્કત તે સમયમાં સૌથી સમૃદ્ધ બંદરગાહ હતો. આજે ઓમાનમાં રામદાસ ગૃપ ઓફ કંપનીની ખુબ નામના છે. હિન્દુ શેખ કનકભાઈ ઓમાન ક્રિકેટ બોર્ડનાં ચેરમેન હતા તેમજ ઓમાન ક્રિકેટ ક્લબનાં ફાઉન્ડર પણ હતા. ઓમાનનાં ક્રિકેટની શરુઆત તેમણે ક્રિકેટ ક્લબ ખોલીને કરી હતી જ્યાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકાનાં ખેલાડીઓ પણ રમતા હતાં.

Next Story