Connect Gujarat
ગુજરાત

કરજણ નગર સહિત તાલુકામાં સરદાર પટેલની એક્તા યાત્રાનો કરાયો પ્રારંભ

કરજણ નગર સહિત તાલુકામાં સરદાર પટેલની એક્તા યાત્રાનો કરાયો પ્રારંભ
X

રાષ્ટ્રની એક્તા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની થઇ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે રવિવારના રોજ વડોદરાના કરજણ નગરના જલારામનગર ખાતેથી એક્તાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત કરજણ - શિનોર બેઠકના પૂર્વ ધારાસભ્ય સતિષભાઇ પટેલે એક્તા યાત્રાના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કરજણ નગરના જલારામ નગરથી પ્રસ્થાન કરાવેલ એક્તા યાત્રાનો રથ નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર સમગ્ર કરજણ તાલુકાના તમામ ગામોમાં ફરીને સરદાર પટેલના સંદેશને લોકો સુધી પહોંચાડી એક્તાનો સંદેશ આપશે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="73246,73247,73248,73249"]

પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલે સરદાર પટેલ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે એક્તા યાત્રાનો મુખ્ય હેતુ જે રીતે સરદાર પટેલે દેશના રાજા રજવાડાઓને એક કરી જે કાર્ય કર્યુ તેનો આવનારી પેઢીઓને પણ સંદેશ પહોંચે એ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરાવી તે દેશ તથા ગુજરાત માટે ખુબ જ ગૌરવની વાત છે. એ સંદેશને સમગ્ર તાલુકામાં એક્તાયાત્રાના રથરૂપે પરિભ્રમણ કરાવી એક્તાના સેતુને મજબુત બનાવવા માટે આયોજન કરાયું છે.

એક્તાયાત્રામાં કરજણ ભાજપા સંગઠનના તમામ હોદ્દેદારો પણ જોડાઇ સમગ્ર તાલુકામાં ફરી સરદાર પટેલના એક્તાના સંદેશની સુવાસ ફેલાવશે. આ પ્રસંગે કરજણ નગરપાલિકાના પ્રમુખ મનુભાઇ વસાવાએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળાને અર્પણ સ્વાગત કર્યુ હતુ્ં. આ પ્રસંગે કરજણ - શિનોરના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ, કરજણ નગરપાલિકાના પ્રમુખ મનુભાઇ વસાવા, કરજણ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ પંડ્યા,મહામંત્રી પ્રદિપસિંહ રાજ, શૈલેશ પાટણવાડીયા, દેવેન્દ્ર સિંહ ચાવડા સહિત મોટી સંખ્યામાં નગરજનો એક્તા યાત્રામાં જોડાયા હતા. સરદાર પટેલ જિંદાબાદ તથા સરદાર પટેલ અમર રહોના નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. એક્તા યાત્રાને પગલે નગરનું વાતાવરણ સરદારમય બની જવા પામ્યું હતું.

Next Story