Connect Gujarat
ગુજરાત

કરજણ: સાબરી સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જયુબિલી કાર્યક્રમની રંગારંગ ઉજવણી

કરજણ: સાબરી સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જયુબિલી કાર્યક્રમની રંગારંગ ઉજવણી
X

વડોદરાના કરજણ ખાતે આવેલી સાબરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સાબરી સ્કૂલના ૨૫ વર્ષ પૂર્ણ થતા સંચાલકો દ્વારા સિલ્વર જ્યુબિલી કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ નાઅત શરીફથી કરાયો હતો. ત્યારબાદ શાળાના છાત્રોએ સુંદર સ્વાગત ગીત રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. શાળાના છાત્રોએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ચિતાર રજુ કરી હાજરજનોને રસપ્રદ માહિતી પુરી પાડી હતી.

સાબરી સ્કૂલના અધ્યક્ષ સૈયદ શૌકતઅલી સાહેબે શાળાની ઇમારતના પાયાથી ૨૫ વર્ષમાં શાળાએ જે પ્રગતિ કરી એ વિશે રસપ્રદ માહિતી પુરી પાડી હતી. તેઓએ વિશાળ સંખ્યામાં હાજરજનોને પોતાના સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ ૧૯૯૪માં હજરત સૈયદ મદનીમિયા સાહેબના હસ્તે સાબરી સ્કૂલનો પાયો નખાયો હતો. આજે શિક્ષણરૂપી બીજ વટવૃક્ષ બનતાં સમાજના તમામ વર્ગના બાળકોને સુશિક્ષિત બનાવ્યા છે. K G થી શરૂ થયેલી સ્કૂલ આજે ધોરણ ૧૨ સુધી પહોંચી ગઇ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું. કે ઘણા છાત્રો સાબરી સ્કૂલમાંથી અભ્યાસ પ્રાપ્ત કરી વિદેશમાં સ્થાયી થયા છે. ૨૫ વર્ષમાં ૧૮૫૩૦ થી વધુ છાત્રો સાબરી સ્કૂલમાં અભ્યાસ કરી આજે પગભર થયા છે.

Next Story