Connect Gujarat
ગુજરાત

કરજણ : ગંધારામાં પશુઓ માટે પાણી પીવા માટેનો ઓવારો તોડી કરાયું ઓરડીનું બાંધકામ

કરજણ : ગંધારામાં પશુઓ માટે પાણી પીવા માટેનો ઓવારો તોડી કરાયું ઓરડીનું બાંધકામ
X

ગ્રામ પંચાયતની જગ્યામાં બાંધકામ થઇ રહ્યું હોઇ જે તાત્કાલિક ધોરણે બંધ થાય એ માટે કરજણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા રજુઆત.

ગેરકાયદેસર સીમ કમિટીના પ્રમુખને કથિત ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે ગ્રામપંચાયતના તલાટીએ નોટીસ પાઠવી.

કરજણ તાલુકાના ગંધારા ગામમાં જુના વારીગૃહ બોરપંપ આગળ પશુઓ માટે પાણી પીવા માટેનો ઓવારો હતો. તે ઓવારાને કથિત ગેરકાયદેસર સીમ કમિટી દ્વારા તોડીને ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ થઇ રહ્યું હોય ગ્રામપંચાયત દ્વારા કથિત ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ અટકાવવા માટે કરજણ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરાઇ હોવા છતાં હજુ બાંધકામ ચાલુ રહેતા સમગ્ર મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કથિત ઓરડીનું ગ્રામપંચાયતની જગ્યામાં બાંધકામ થઇ રહ્યું હોઇ જે તાત્કાલિક ધોરણે બંધ થાય એ માટે કરજણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા રજુઆત કરાઇ હોવા છતાં આજદિન સુધી કોઇ જાતની કાર્યવાહી ન કરાતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

કથિત ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ ન અટકે એ માટે કોના દબાણ હેઠળ કાર્યવાહી થઇ રહી છે ? એવી પણ લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. કથિત ગેરકાયદેસર ઓરડીના બાંધકામ સંદર્ભે આજરોજ મીડીયા સમક્ષ ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા રજુઆત કરાતા કથિત ગેરકાયદેસર સીમ કમિટીના પ્રમુખને કથિત ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે ગ્રામપંચાયતના તલાટીએ નોટીસ પાઠવી છે. હવે જોવાનું એ રહ્યું કે ગંધારા ગામમાં પંચાયતની જગ્યામાં પશુઓને પીવા માટેના પાણીના ઓવારાને તોડી કથિત ગેરકાયદેસર ઓરડીના બાંધકામને અટકાવવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા કેવા પગલા લેવાય છે તે તો આવનાર સમય જ બતાવશે.

Next Story