Connect Gujarat
ગુજરાત

કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
X

કારમાં દારૂનો જથ્થો ભરીને જતાં શખ્સોને પોલીસે રૂપિયા 2,53,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામ પાસે આવેલા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ સી બી એ વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા રૂપિયા 2,53,000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના ભરથાણા ગામ પાસે આવેલા ટોલનાકા પાસેથી ગતરાત્રિના MH-02, AK-3708 નંબરની કારને પોલીસે અટકાવી તલાસી લીધી હતી. જેમાં વગર પરમિટનો વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 270 મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 37,800 તથા કારની કિંમત બે લાખ અને મોબાઇલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા 2,53,000 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝઢપી પાડ્યા છે.

પોલીસે પકડેલા આરોપીઓમાં ધરપત કિશોરલાલ ખટીક હાલ રહેવાસી સુરત, હરીશ ભજારામ સાલ્વી રહે. લાંબોડી - રાજસ્થાન અને કુંદન હીરાલાલ ભારતી હાલ રહે. છાપરાભાઠા-સુરત હોવાનું જણાવ્યું હતું. ત્રણેયને ઝડપી પાડી પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story