Connect Gujarat
ગુજરાત

કરજણ : કોલિયાદ ગામે નવનિર્મિત પંચાયત કચેરીનું ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરાયું લોકાર્પણ

કરજણ : કોલિયાદ ગામે નવનિર્મિત પંચાયત કચેરીનું ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરાયું લોકાર્પણ
X

પાલેજ નજીક વેલા કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં નવનિર્મિત સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ અદ્યતન ગ્રામ પંચાયત કચેરીનું ગતરોજ મોડીસાંજે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના વરદ હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરાયું હતું.

આ કાર્યક્રમના પ્રારંભમાં કોલિયાદ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાની બાળાઓએ સુંદર પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજુ કરી હાજરજનોના હૈયા મોહી લીધા હતા અંદાજિત ૧૪ લાખના ખર્ચે નાનકડા ગામમાં અધ્યતન સુવિધાઓ સાથેના બે માળનું પંચાયત ઘર ખુલ્લુ મુકાતા ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

કાર્યક્રમના પ્રારંભે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને અવગત કર્યા હતા તેમજ ભાજપાને ગામી લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી પાલેજ - સાધલી માર્ગને રાજ્ય ધોરીમાર્ગમાં પરિવર્તિત કરવાની ગ્રામજનોની માંગને ઉચ્ચકક્ષાએ રજૂત કરવાની બાંહેધરી પણ તેમણે ઉચ્ચારી હતી. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ કાર્યક્રમમાં બે કલાક મોડા થવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

મનસુખભાઇ વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતાના અધિકારો માટે લડવું જોઈએ પણ એ રીતે ન લડવું જોઈએ કે દેશ વિભાજિત થાય અને દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે પરંતુ અધિકારો માટે બંધારણની મર્યાદામાં રહી લડવું જોઇએ. સરદાર પટેલની પ્રતિમા વિશે સમજાવતાં જણાવ્યું હતું કે પ્રતિમાનો મુખ્ય હેતુ સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર તથા સમાજ માટે કંઇક કરી છૂટવાની નેમ સાથે ગળ વધવા માટે વા બધા રાષ્ટ્રના મહાપુરુષોની પ્રતિમાઓની સ્થાપના કરવામાં વે છે.

બંધારણમાં બતાવ્યા પ્રમાણે પોતાના અધિકારો માટે લડવા જણાવ્યું હતું પરંતુ દેશમાં વર્ગ વિગ્રહ ન સર્જાય એ રીતે અધિાકરો માટે લડત લડવી જોઈએ. નામ લીધા વિના કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે જ બધાને ખેડૂતો અને અન્ય સમાજના પ્રશ્નો યાદ આવે છે. તેઓને ચોમાસામાં ફુટી નીકળતા મેદકો સાથે સરખાવ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નાતિ - જાતિના ધર્મના ધારે દેશ વિભાજીત થશે તો જે પહેલા દેશ ગુલામ હતો અલગ અલગ ૨જવાડામાં વિભાજિત હતો એ સ્થિતિ ફરી નિર્માણ થાય અને જે ગુલામી જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિનું સર્જન થશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ સરદાર પટેલના જીવન માટે એકતાના બોધપાઠ લઇ ગળ વધીએ કોલિયાદ ગામ એક દર્શ ગામ હોવું જોઈએ તે પ્રકારનું ગામ છે. ગામના યુવા ઉત્સાહી સરપંચ અશ્વિન પટેલ ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવાનું પણ જણાવ્યું હતું.

ઘણી બધી વખત હું ગામમાં વી ચૂક્યો છું. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઇ જાતનો ભેદભાવ ન રાખી સૌ ને સાથે રાખી ચાલવા જણાવ્યું હતું. ગામી ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જ દિલ્હીમાં રૂટ થશે તેમ તેઓએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટોની માહિતી વિશે તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં ૧૪ માં નાણાપંચની સીધી ગ્રાન્ટ વે છે.

અન્ય નાના મોટા કામો કરી શકાય એ પ્રકારની એ ટી વી ટી ની ગ્રાન્ટો પણ ગ્રામ પંચાયતમાં વિકાસના કાર્યો માટેના અધિકારો સરકારે પ્યા છે. પ્રધાનમંત્રી સડક યોજના, ઇન્દિરા આવાસ યોજના, સરદાર વાસ યોજના, પ્રધાનમંત્રી વાસ યોજના હોય અથવા રોડ રસ્તા હોય ઘણા બધા વિકાસના કાર્યો થઇ રહ્યા છે.

કાર્યક્રમના અંતમાં કોલિયાદ ગ્રામપંચાયતના તલાટી જાકિર હુસેન ઇલ્મુદ્દિને આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. પંચાયત કચેરીના ઉદઘાટન સમારોહમાં આસપાસના ગામોના સરપંચો સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story