કરજણ : ઝનોરની લાપત્તા પરણિતા અને બાળકના મૃતદેહ ખેતરમાંથી મળ્યાં, વાંચો શું છે ઘટના

કરજણ
તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી
આવ્યાં હતાં. પોલીસની તપાસમાં મૃતક મહિલા ઝનોર ગામની રહેવાસી છે અને તેણે પોતાના
પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાત કર્યો છે.
હલદરવા
ગામની સીમમાં આવેલાં એક ખેતરમાં મહિલા તથા બાળકનો મૃતદેહ જોવા મળતાં ગામલોકો એકત્ર
થઇ ગયાં હતાં અને તેમણે પોલીસને જાણ કરી હતી. વલણ આઉટ પોસ્ટના જમાદાર શૈલૈશભાઇ તથા
સ્ટાફના માણસોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક મહિલાની ઓળખ ઝનોર
ગામમાં રહેતાં હેતલબેન માછી તરીકે થઇ હતી. તેઓ તેમના એક વર્ષીય પુત્ર સાથે 20મી જાન્યુઆરીના રોજથી લાપત્તા બની ગયાં
હતાં. હેતલબેને તેમના પુત્ર સાથે ખેતરમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું
અનુમાન લગાવવામાં આવી રહયું છે. હાલ તો પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે
ખસેડયાં છે. હેતલબેને કયાં કારણોસર આંત્યિક પગલું ભર્યું તે હજી સુધી બહાર આવી
શકયું નથી.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT