Connect Gujarat
ગુજરાત

કરજણ તાલુકા તલાટી મંડળની ગાંધીગીરી, સાંસરોદ ગામમાં હાથ ધર્યુ સફાઇ અભિયાન

કરજણ તાલુકા તલાટી મંડળની ગાંધીગીરી, સાંસરોદ ગામમાં હાથ ધર્યુ સફાઇ અભિયાન
X

વિવિધ પડતર માંગણીઓને લઈને તલાટી મંડળ દ્વારા 22 ઓક્ટબરથી નોંધાવી રહ્યા છે વિરોધ

રાજ્યભરમાં ગ્રામિણ સ્તરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ સરકાર સમક્ષ વિવિધ પડતર માંગણીઓને લઈ ગત સોમવારથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત બુધવાર સુધી પણ પડતર માંગણીઓનો સરકારે સ્વીકાર નહીં કરતાં તલાટીઓની માંગ યથાવત રાખી હતી. જેના ભાગરૂપે સાંસરોદ ગામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="70275,70273,70274"]

તલાટી મંડળની માંગ સરકાર પુરી કરે એવી માંગ સાથે કરજણના સાંસરોદ ગામે સફાઇ અભિયાન હાથ ધરી સરકારનું નાક દબાવવા માટે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. તલાટીઓએ ગામના વિવિધ વિસ્તારોમાં ઉકરડા સાફ કરી પોતાની માંગણીઓ સરકાર દ્વારા સ્વિકારી તલાટીઓને ન્યાય મળે એ હેતુસર સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું. જો સરકાર દ્વારા તલાટીઓની પડતર માંગણીઓ નહીં સ્વિકારાય તો હજુ વધુ જલદ કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી હતી. સફાઇ અભિયાન કાર્યક્રમમાં કરજણ તાલુકાની ૯૩ ગ્રામપંચાયતોના તલાટીઓ જોડાયા હતા. સાંસરોદ ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story