Connect Gujarat
Featured

કર્ણાટક : શિવમોગ્ગામાં મોડી રાતે થયેલ વિસ્ફોટની ઘટનામાં 10 લોકોના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

કર્ણાટક : શિવમોગ્ગામાં મોડી રાતે થયેલ વિસ્ફોટની ઘટનામાં 10 લોકોના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
X

કર્ણાટકના શિવમોગ્ગામાં મોડી રાતે એક મોટો અવાજ સંભળાયો. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે અનેક ઘરની બારીઓના કાચ તૂટ્યા અને સાથે ડાઈનામાઈટ વિસ્ફોટની ઘટનામાં 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. પોલીસના ખાસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા છે.

શિવમોગ્ગામાં અધિકારીએ કહ્યું કે ગભરાવવાની કોઈ વાત નથી. અમે એલર્ટ થીએ અને સાથે અમે નથી જાણતા કે ત્યાં ડાઈનામાઈટ છે. આ વિસ્તારને ઘેરી લેવાયો છે. એડિશનલ ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે વિસ્ફોટ શહેરથી 5-6 કિમી દૂર થયો છે. આ સંબંધમાં કર્ણાટકના એડીજીપી પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે વિસ્ફોટની ઘટના શિમોગા ગ્રામીણ વિસ્તારમાં બની છે. એડીજીપીએ કહ્યું કે અમને ખ્યાલ નથી કે ટ્રકમાં વિસ્ફોટ થયો કે ટ્રકની બાજુમાં. આ ઘટના રાતે 10.15 મિનિટે બની છે. શિમોગા કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનો જિલ્લો છે. તેનાથી પહેલાં મોટા ધમાકાના કારણે અનેક ઘરના કાચ તૂટ્યા. લોકો ભૂકંપની અટકળો કરી રહ્યા હતા. અને ક સ્થાનિકોએ ઘટના બાદ ચિંતા વ્યક્ત કરવા સોશ્યિલ મીડિયાની મદદ લીધી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, " શિવમોગ્ગામાં થયેલી જાનહાનિથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પ્રદાન કરી રહી છે."

https://twitter.com/PMOIndia/status/1352430925506695169?s=20

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં એક રેલવે ક્રશર સાઇટ પર થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત. ટ્રકમાં વિસ્ફોટક લઇને જઇ રહ્યા હતા, ત્યારે થયો બ્લાસ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવમોગ્ગામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, " શિવમોગ્ગામાં થયેલી જાનહાનિથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પ્રદાન કરી રહી છે."

Next Story