Connect Gujarat
ગુજરાત

કાશ્મીરમાં મેજર સહિત 4 સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 2 આતંકી ઠાર

કાશ્મીરમાં મેજર સહિત 4 સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 2 આતંકી ઠાર
X

ગત રાત થી જ પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

શ્રીનગરનાં ઉત્તર કાશ્મીરના ગુરેજમાં સેનાએ મંગળવારે ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા બે આતંકીઓને ઠાર કરી દીધા છે. જોકે આ દરમિયાન સેનાના એક મેજર અને ત્રણ જવાન શહીદ થયા છે.

મળતી માહિતી મુજબ, ગત મોડી રાત થી જ અનેક આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. શહીદ જવાનોમાં સેનાના એક મેજર પણ સામેલ છે. આ દરમિયાન સેના અને આતંકી વચ્ચે મોટાપાયે ફાયરિંગ થયું.

પાકિસ્તાને ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સોમવારે મોડી રાતે નોર્થ કાશ્મીરના બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન તરફથી અહીં મોર્ટાર પણ છોડવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવાર રાતથી જ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જે હજી સુધી ચાલી રહ્યું છે. 2003ની સમજૂતી પછી પહેલીવાર પાકિસ્તાને આ વિસ્તાર મોર્ટારથી હુમલો કર્યો છે. જોકે ભારતની સેના તરફથી પણ તેમને તે ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો છે.

Next Story
Share it