Connect Gujarat
Featured

“ગીરની ખાખડી” : જુનાગઢના બજારોમાં કેસર કેરી “ખાખડી” નજરે પડતાં કેરીના રસિયાઓમાં ખુશી

“ગીરની ખાખડી” : જુનાગઢના બજારોમાં કેસર કેરી “ખાખડી” નજરે પડતાં કેરીના રસિયાઓમાં ખુશી
X

સૌરાષ્ટ્રમાં ગીરની ખાખડી એટલે કે, કેસર કેરીનું આગમન થયું છે, ત્યારે જુનાગઢ શહેરના બજારોમાં ખાખડી નજરે પડતાં કેરીના રસિયાઓની ખુશીનો પાર રહ્યો ન હતો.

ગીરની પ્રખ્યાત કેસર કેરીનું શિયાળાની સિઝનના અંતમાં આગમન થતું હોય છે. થોડાક સમય પહેલા વૃક્ષ પર આવતા કેસર કેરીના પહેલા ફળને ખાખડી કહેવામાં આવે છે. જુનાગઢ શહેરના બજારોમાં ખાખડીનું આગમન થઈ ગયું છે, ત્યારે કેરીના શોખીનો ખાખડીની મજા લઇ રહ્યા છે. કેરી પ્રેમીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગમે તેટલી મોંઘી કેરી હોય પરંતુ તેઓ દર વર્ષે કેરીની ખરીદી ચોક્કસ કરે છે.

તો સાથે જ બજારમાં પણ 500થી 700રૂપિયા કિલોના ભાવે મળતી ખાખડીની લોકો ખરીદી રહ્યા છે. જોકે, કેસર કેરીનું પહેલું ફળ ખાખડીનું જુનાગઢ શહેરના બજારોમાં આગમન થતાં વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પણ ખાખડીની ખરીદી કરી શહેરની જનતાને ખાખડીનું વેચાણ કરી રહ્યા છે. જોકે બજારોમાં જોતાં એક સમયે કેરીના રસિયાઓની ખુશીનો પાર રહ્યો ન હતો.

Next Story