Connect Gujarat
Featured

KGF ચેપ્ટર 2 ના પોસ્ટરે મચાવી ધૂમ, ટીઝર આવતીકાલે થશે રીલીઝ

KGF ચેપ્ટર 2 ના પોસ્ટરે મચાવી ધૂમ, ટીઝર આવતીકાલે થશે રીલીઝ
X

KGF Chapter 1 એવી ફિલ્મ હતી જેણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવા જ મુકામ પર પહોંચાડી દીધી. આ ફિલ્મે દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું અને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા હાંસલ કરી હતી. જેથી હવે લોકો તેના બીજા ભાગ કેજીએફ ચેપ્ટર 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. થોડાં સમય પહેલાં જ ફિલ્મના ટીઝર રિલીઝની ડેટ સામે આવ્યા બાદ આ ફિલ્મ ચર્ચામાં છે. પરંતુ હવે ટીઝર રિલીઝ થયા પહેલાં જ ફિલ્મના વિલન અધીરા એટલે કે સંજય દત્તે એક મોટો ધમાકો કરી દીધો છે.

દર્શકોની આતુરતા વધારવા માટે સંજય દત્તે પોતાના રોલથી સંબંધિત એક પોસ્ટર શેર કર્યો છે. જેમાં લખ્યું છે- ટીઝર 8 જાન્યુઆરીએ થશે રીલીઝ પોસ્ટરમાં સંજય દત્તની મોટી વીંટી અને તલવાર પકડેલો જોવા મળી રહ્યો છે. આના કેપ્શનમાં સંજય દત્તે લખ્યું- અધીરાને રજૂ કરવા માટે હજુ 2 દિવસ....હવે સંજય દત્તની આ તસવીર અને કેપ્શન જોઈને લોકો સતત કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈ કહી રહ્યું છે કે સર વેટ નથી થઈ રહ્યું, તો અન્ય યુઝર લખી રહ્યાં છે આ દિવસો કઈ રીતે પસાર થશે સર.

Next Story