Connect Gujarat
Featured

ખંભાત : તોફાનીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે રસ્તા પર ઉમટયો જનસેલાબ

ખંભાત : તોફાનીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે રસ્તા પર ઉમટયો જનસેલાબ
X

આણંદ જિલ્લાના ખંભાતમાં કોમી તોફાનો બાદ ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહયો છે. શહેરની શાંતિને પલિતો ચાંપી રહેલાં તોફાનીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.

ખંભાત શહેરમાં એક મહિનામાં બીજી વખત કોમી તોફાનો ફાટી નીકળ્યાં છે. અસામાજીક તત્વો શહેરની શાંતિ ડહોળી રહયાં હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે. બે દિવસ પહેલાં થયેલા તોફાનો બાદ શહેરમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થઇ રહયો છે. બીજી તરફ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે લોકોને અફવાઓથી દુર રહેવા માટે અપીલ કરી છે.

Next Story