Connect Gujarat
Featured

ખેડા : કપડવંજ રોડ પર ટ્રક પલટી મારી જતાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો, જુઓ કેટલા કલાક ચાલ્યું રેસક્યું..!

ખેડા : કપડવંજ રોડ પર ટ્રક પલટી મારી જતાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો, જુઓ કેટલા કલાક ચાલ્યું રેસક્યું..!
X

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના કપડવંજ રોડ ઉપર ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના કપડવંજ રોડ ઉપર આવેલ દવાપુરા પાટીયા નજીકથી પસાર થતી ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રક પલટી મારી જતાં ડ્રાઇવર ટ્રકની કેબિનમાં જ ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ નડીઆદ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસક્યું હાથ ધર્યું હતું. લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે નડીઆદથી કપડવંજ જતી વહેલી સવારે ટ્રક ડ્રાઇવરને ઝોંકું આવી જતા ટ્રક પલટી મારી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story