Connect Gujarat
ગુજરાત

ખેડા : લગ્નમાં વરઘોડો નહીં કાઢવાની જૂની અદાવતે 1નું મોત, ઇન્દ્રવર્ણ ગામે થયું હતું જૂથ અથડામણ

ખેડા : લગ્નમાં વરઘોડો નહીં કાઢવાની જૂની અદાવતે 1નું મોત, ઇન્દ્રવર્ણ ગામે થયું હતું જૂથ અથડામણ
X

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઇન્દ્રવર્ણ ગામે લગ્ન પ્રસગમાં વરઘોડો નહીં કાઢવા બાબતની જૂની અદાવતે જૂથ અથડામણ થયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 6 જેટલા લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

માતર તાલુકાના

ઈન્દ્રવર્ણ ગામમાં થોડા સમય પહેલા ગામના બે અલગ અલગ

સમાજના લોકો વચ્ચે સામન્ય બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ગામમાં લગ્ન પ્રસંગ

દરમ્યાન કોઈએ પણ વરઘોડો નહીં કાઢવા બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે જૂની અદાવતની રીસ રાખી બોલાચાલી થતાં જૂથ અથડામણ થયું હતું. જે વિવાદ વકરતા સામાન્ય

બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં એક વ્યક્તિનું

મોત નીપજ્યું હતું, જ્યારે 6 જેટલા લોકોને ગંભીર ઇજા

પહોચી હતી.

મળતી માહિતી અનુસાર, ગામના રમતુ સોલંકી જ્યારે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા, તે દરમ્યાન 4 ઈસમોએ આવી તેમના ઉપર કોઈ બોથળ પદાર્થ વડે માથાના ભાગે ઇજા પહોચાડી હતી. આ અંગે તેમના પરિવારને જાણ થતા તેઓ ખેતર તરફ દોડ્યા હતા. ત્યાંજ માર્ગમાં અન્ય લોકોએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં રમતુ સોલંકીનું મોત નીપજતા વાતાવરણ તંગ બન્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં LCB, SOG સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો. હાલ

પોલીસે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story