Connect Gujarat
Featured

ખેડા : પીપળીયા ગામે 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચઢ્યો, રેસક્યું હાથ ધરી મગરને પાંજરે પુરાયો

ખેડા : પીપળીયા ગામે 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચઢ્યો, રેસક્યું હાથ ધરી મગરને પાંજરે પુરાયો
X

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પીપળીયા ગામે 12 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા લોકોમાં ભારે ફફડાટ મચ્યો હતો, ત્યારે વન વિભાગ સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા મગરને પાંજરે પુરવા માટે રેસક્યું હાથ ધરાયું હતું.

મળતી માહિતી અનુસાર, ગળતેશ્વર તાલુકાના પીપળીયા ગામ નજીક લગભગ 12 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર દેખા દેતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ સહિત જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે વહેલી સવારે સોનિપુર તાબેના ગામના ખેતરમાં મગર દેખાતા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ભારે જહેમત બાદ મહાકાય મગરને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story