Connect Gujarat

ખેડા: ડાકોર ખાતે “હોળી ઉત્સવ” નિમિત્તે મેળાનું ભવ્ય આયોજન, શ્રધ્ધાળુઓને અગવડ ન પડે તે માટે સુચારું આયોજન

ખેડા: ડાકોર ખાતે “હોળી ઉત્સવ” નિમિત્તે મેળાનું ભવ્ય આયોજન, શ્રધ્ધાળુઓને અગવડ ન પડે તે માટે સુચારું આયોજન
X

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તા. 6થી 10 માર્ચ સુધી હોળી અને પૂનમના મેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે ડાકોર મંદિરને સુંદર રોશનીથી ઝળહળતું કરી શુશોભિત કરવામાં આવ્યું છે. ડાકોર ખાતે આવતા શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાકોર ખાતે હોળી ઉત્સવની શરૂઆત તા. 6 માર્ચ અગિયારસના દિવસથી થશે, જે હોળીના બીજા દિવસ એટલે કે ધુળેટી સુધી ચાલશે. હોળી ઉત્સવ નિમિતે રણછોડરાયજી મંદિરને વિશેષ શણગાર કરવા સાથે રોશનીથી સજાવવામાં આવ્યું છે. સાથે સાથે 15 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે આવનાર હોવાથી 3 લાખ લાડુ પ્રસાદી તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. પદયાત્રી માર્ગ પર ઉત્સવ નિમિતે મંદિરમાં દર્શનના સમય સૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, ત્યારે 5 પ્રોજેક્ટર સાથે એલઇડી મુકવા સહિત એક ધજા કેન્દ્ર મુકવામાં આવશે.

ડાકોર ખાતે મેળામાં આવનાર યાત્રિકો માટે સુવિધાઓ અને સુરક્ષાના મામલે વ્યાપક ચર્ચાઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાકોરના જાહેર રસ્તાઓ અને મંદિર નજીક સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના મામલે રામઢોલ અને રંગો નાખવા ઉપર પહેલી વખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે 15 લાખથી વધુ દર્શનાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસ દ્વારા હજારો પોલીસ જવાનો, એસઆરપી જવાનો, હોમગાર્ડ સાથે ચેતક કમાન્ડો અને ડ્રોન કેમેરા સહિત 200 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ડાકોર ખાતે હોળી ઉત્સવ સંપન્ન થાય તે માટે ડાકોર મંદિર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story
Share it