Connect Gujarat
Featured

ખેડા : નડીઆદના માઇ મંદિરમાં દીપમાળા સાથે ભક્તોએ કરી “નૃત્ય આરતી”, આપ પણ કરો દર્શન..!

ખેડા : નડીઆદના માઇ મંદિરમાં દીપમાળા સાથે ભક્તોએ કરી “નૃત્ય આરતી”, આપ પણ કરો દર્શન..!
X

કોરોના સંક્રમણના કારણે છેલ્લા 7 મહિનાથી રાજ્ય સહિત દેશમાં હાહાકાર મચ્યો છે, ત્યારે સરકાર દ્વારા ચાલુ વર્ષે તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વાત કરવામાં આવે નવરાત્રીના પાવન પર્વની તો, કોરોના વાયરસના કારણે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ સ્થળે નવરાત્રી પર્વે ગરબા રમવાની છૂટ આપવામાં આવી નથી. પરંતુ મા અંબાની આરાધના કરવા માટે માઈભક્તોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે. જોકે નડીઆદના સુપ્રસિદ્ધ માઇ મંદિરમાં નવરાત્રીની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે ભક્તો દ્વારા દીપમાળા કરી માતાજીની આરતી કરવામાં આવે છે.

નડીઆદના સુપ્રસિદ્ધ માઇ મંદિરમાં નવરાત્રી નિમિત્તે ગરબા રમાડવામાં આવતા નથી. પરંતુ નવરાત્રી નિમિત્તે માતાજીના અલૌકિક સ્વરૂપના દર્શન થઈ માઈભક્તો માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રિ નિમિત્તે દરરોજ અલગ-અલગ પ્રકારની દીપમાળા કરી માતાજીની આરતી કરવામાં આવી રહી છે. તો સાથે ભાવિક ભક્તો પણ નૃત્ય આરતીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે.

Next Story