Connect Gujarat
ગુજરાત

ખેડા : ઉત્તરસંડાના ગૃહઉદ્યોગમાં દિવાળીના સમયમાં જ આવી મંદીની અશર

ખેડા : ઉત્તરસંડાના ગૃહઉદ્યોગમાં દિવાળીના સમયમાં જ આવી મંદીની અશર
X

ગુજરાતના ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ નજીક આવેલ ઉત્તરસંડાના પાપડ, મઠિયા તથા ચોળાફળી જેવી ખાદ્ય ચીજવસ્તુ માટે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. દિવાળીના સમયમાં તેની ખૂબ માંગ રહે છે. આ સમયે ગૃહ ઉદ્યોગમાં કામ કરતી અને સંચાલન કરતી અહીંની મહિલાઓ મોટી સંખ્યામાં ખાધ્ય વસ્તુઓને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરે છે. ૨૦ હજારની વસ્તીવાળા ઉત્તરસંડા ગામમાં દિવાળીના સમયે અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. જે દિવાળીના સમયે ૭૦ કરોડથી પણ વધુનો વેપાર કરે છે. પરંતુ આ વર્ષે દિવાળી દરમ્યાન ગૃહઉધ્યોગના બજારમાં મંદીનું વાતાવરણ છવાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

ઉત્તરસંડામાં આવેલ મઠીયા, ચોળાફળી માર્કેટ આજથી ૩૦ વર્ષ પહેલા શરૂ થયુ હતુ. તેમાંથી આજે કેટલીક એવી ફેક્ટરીઓ પણ છે, જે માત્ર દિવાળીના સમયમાં જ ૩થી ૬ ટન મઠિયા અને ચોળાફળીનું ઉત્પાદન કરે છે. અહીંના ગૃહ ઉદ્યોગ દિવાળીના એક મહિના પહેલાથી જ લગભગ ૭૦૦ ટનની આસપાસ ઉત્પાદન કરે છે. તેમાંથી ૫૦%થી વધુ ઉત્પાદન વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તે માટે ગૃહઉદ્યોગ મહિલાઓને બે મહિના પહેલા ઓર્ડર આપવામાં આવે છે. જેમાંથી ૧૫% ગુજરાતની બહાર એક્સપોર્ટ કરવામાં આવે છે. આ મઠિયા અને ચોળાફળીની ખાસિયત એ છે કે, અહીં રોજે રોજ બનેલા મઠીયા અને ચોળાફળી માર્કેટમાં ગ્રાહકોને તાજા જ આપવામાં આવે છે અને તે રોજ વેચાય છે.

ઉત્તરસંડામાં આવેલ ૩૫ ગૃહઉદ્યોગ વિશ્વવિખ્યાત છે અને અહીં બારેમાસ મઠીયા, ચોળાફળી, પાપડની સાથે ફરસાણની અવનવી વાનગી તાજી બનાવી ગ્રાહકોને વેચવામાં આવે છે. સામાન્ય ગૃહ ઉદ્યોગમાં ૧૦૦થી વધુ જ્યારે મોટા ગૃહઉદ્યોહમાં ૨૦૦થી વધુ મહિલાઓ મળી ૫ હજારથી વધુ મહિલાઓ અને લોકોને રોજગારી વર્ષ દરમિયાન પુરી પાડવામાં આવે છે. હાલ દિવાળીમાં અળદ સહિતની દાળના ભાવો વધ્યા છે. સરકારે ઈમ્પોર્ટ બંધ કરતાં આ ઉદ્યોગોને મોંઘવારી નડી છે અને હરીફાઈ ભર્યા માર્કેટમાં ઓછા ભાવમાં ક્વોલિટી ભર્યા મઠીયા આપવામાં આવતા હોય છે, જેથી આ વર્ષે ઉદ્યોગમાં ૪૫% ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેથી વેપારીઓમાં ચિંતા છે. જો કે દિવાળીના છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળતા ફરી એક વખત ઉદ્યોગો ધમધમી ઉઠ્યા છે.

Next Story