Connect Gujarat
Featured

ખેડા : કપડવંજ પાસે વાત્રક નદીના બ્રિજ પર ગાબડું, બ્રિજ બંધ થતાં 50 ગામના લોકોને હાલાકી

ખેડા : કપડવંજ પાસે વાત્રક નદીના બ્રિજ પર ગાબડું, બ્રિજ બંધ થતાં 50 ગામના લોકોને હાલાકી
X

ખેડા જિલ્લાના કપડવંજ તથા આસપાસના 50 જેટલા ગામના લોકોને બહુઉપયોગી એવા વાત્રક નદીના બ્રિજ પર ગાબડું પડયું છે. ગાબડુ પડયાં બાદ સલામતીના કારણોસર બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કપડવંજ નજીકથી પસાર થતી વાત્રક નદી પર માર્ગ અને મકાન વિભાગ તરફથી બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી કપડવંજ તેમજ આસપાસ આવેલાં 50થી વધારે ગામના લોકો અવરજવર કરતાં હોય છે. અમદાવાદ તરફ જવા માટે આ બ્રિજ પર વાહનોનો ધસારો રહેતો હોય છે. આ બ્રિજ પર અચાનક ગાબડું પડી જતાં દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ ગાબડાની ફરતે બાવળની ડાળખીઓ મુકી દેવામાં આવી છે તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ બ્રિજનું સમારકામ બે થી ત્રણ દિવસ સુધી ચાલી શકે તેમ હોવાથી હજારો વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વહેલી તકે ગાબડાનું રીપેરીંગ થાય તેવી સ્થાનિક લોકો માંગણી કરી રહયાં છે.

Next Story